સુરેન્દ્રનગર31 મિનિટ પેહલા
ચોટીલાના મફતિયાપરાનો યુવક હીરાસર ગામમાં ટ્રકમાં કપાસ ભરતી વેળાએ યુવાનનું માથું ઉપર રહેલાં વીજતાર સાથે અડી જતાં ધડાકાભેર કરંટ લાગ્યો હતો. આથી એણે ગંભીર હાલતમાં સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો. સારવાર માટે પહોંચે તે પહેલાં યુવાનનું મોત નિપજતાં અરેરાટી મચી જવા પામી હતી. યુવકને કરંટ લાગવાની ઘટનાથી આજુબાજુમાં અફડાતફડી મચી જવા પામી હતી. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
થોડા દી અગાઉ જ ચોટીલા-રાજકોટ હાઈવે પર ટ્રક ઉપર દોરડું બાંધી રહેલા ડ્રાઈવર અને કલીનરનું મોત નીપજ્યું હતુ. ચોટીલા-રાજકોટ હાઈવે પર ટ્રક ઉપર દોરડું બાંધી રહેલા ડ્રાઈવર અને કલીનરનું ઉપરથી પસાર થતાં વીજ તારનો કરંટ લાગતા મોત નીપજ્યું હતું. જેમાં વીજ વાયરને અડકી જતા બંનેને કરંટ લાગ્યો હતો. ચોટીલા-રાજકોટ હાઈ વે પર રાજસ્થાની હાઈ વે હોટલ નજીક આ ઘટના બની હતી. જેમાં મૃતક ડ્રાઈવર અને ક્લીનર રાજસ્થાનના ઝાલોદના વતની હોવાનું સામે આવ્યું હતુ.
In today’s digital-first world, a business without a website is like a shop without a…
Netflix Rom-Com Based on Bestselling Novel Debuts With 88% Rotten Tomatoes Score Netflix’s new romantic…
For months, General Hospital fans have been urging the writers to finally wrap up the…
Matt Damon on His Dramatic Weight Loss for The Odyssey Matt Damon has never been…
Trump Announces U.S. Withdrawal from Dozens of UN and International Bodies, Citing National Interests U.S.…
Taylor Swift’s latest album, The Life of a Showgirl, includes a track inspired by the…