વડોદરાએક કલાક પેહલા
વડોદરા શહેરને નશામુક્ત કરવા અને યુવાનો નશાના રવાડે ન ચડે તે માટે શહેર પોલીસ દ્વારા વારંવાર કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેર SOG દ્વારા છેલ્લા કેટલાય દિવસોથી શહેરના વિવિધ અવાવરું અને જાહેર રસ્તાઓ પર ચેકીંગ કરવામાં આવતું હતું. આજે SOG દ્વારા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ એકતાનગર પાસે આવેલ પર્ણવાટીકા સોસાયટીમાંથી એક ઇસમને માદક પદાર્થ ગાંજો 1.912 કિલો ગ્રામ જેની કિંમત 19,120 સાથે કુલ મળી 70,170નો મુદ્દમાલ સાથે એક ઇસમને ઝડપી પાડવામાં SOGને સફળતા મળી હતી.
બાતમીના આધારે રેડ પડી
આ નશાયુક્ત પદાર્થ અંગે બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી. જેમાં SOGના અ.હે.કો મહિપતસિંહ બનાભાઇને તેઓના અંગત બાતમીદારથી ચોક્કસ બાતમી મળેલ કે, ‘આજવા રોડ એકતાનગર પાસે પર્ણવાટીકા સોસાયટી-2, મકાન નં. બી/46માં રહેતો ભાવેશ મનહર પંચાલ નામનો ઇસમ તેના રહેણાંક મકાનમાં ગાંજાનો જથ્થો સંતાડી રાખી છૂટકમાં વેચાણ કરે છે.’ જે બાતમી આધારે SOG પી.આઈ. વી.એસ.પટેલે સરકારી પંચો તથા સ્ટાફના માણસોને સાથે રાખી બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં ભાવેશકુમાર મનહરભાઇ પંચાલ (ઉ.વ.45 રહેમનબી/46,વિવેક સૌનીના મકાનમાં ભાડેથી, પર્ણવાટીકા સોસાયટી 02 સાનિધ્ય ટાઉનશીપની પાછળ, આજવા રોડ વડોદરા) પોતાના આર્થિક ફાયદા માટે ગેરકાયદેસર વેચાણ કરવાના હેતુસર વગર પાસ પરમીટે કે લાયસન્સ વગર માદક પદાર્થ ગાંજાનો જથ્થો પોતાના કબ્જામાં રાખી પકડી લેવામાં આવ્યો હતો.
એક આરોપી વોન્ટેડ
આ સાથે અન્ય એક ઇસમ બનેશ્વરગીરી ઉર્ફે બકા મહારાજ (રહે.વાસદ જી.આણંદ) બંને એકબીજાની મદદગારી કરી ગુનો આચરતા બન્ને આરોપીઓ વિરુધમાં બાપોદ પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ એકટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સાથે આ માદક પદાર્થ ગાંજાની હેરાફેરી તેમજ વેચાણના નેટવર્ક અંગેની તપાસ બાપોદ પોલીસને સોંપવામાં આવી છે.
.
In today’s digital-first world, a business without a website is like a shop without a…
Netflix Rom-Com Based on Bestselling Novel Debuts With 88% Rotten Tomatoes Score Netflix’s new romantic…
For months, General Hospital fans have been urging the writers to finally wrap up the…
Matt Damon on His Dramatic Weight Loss for The Odyssey Matt Damon has never been…
Trump Announces U.S. Withdrawal from Dozens of UN and International Bodies, Citing National Interests U.S.…
Taylor Swift’s latest album, The Life of a Showgirl, includes a track inspired by the…