પાટણ44 મિનિટ પેહલા
- કૉપી લિંક
શ્રી બી ડી એસ વીના શિક્ષક ઓ બી દેસાઈને મહાત્મા જ્યોતિબા ફૂલે શિક્ષક સન્માનથી નવાજવામાં આવ્યાં હતા. સંસ્કૃત વિષયમાં કાર્ય કરતા ઓધારભાઈ બી દેસાઈની શિક્ષણની અનેક સેવાઓને પગલે તેમનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું.
મહારાષ્ટ્રના બાળરક્ષક પ્રતિષ્ઠાન, મહારાષ્ટ્ર ફાઉન્ડેશન દ્વારા ભારતભરના શિક્ષકોનું સન્માન કાર્યક્રમ આયોજિત કરે છે,તમામ રાજ્યમાંથી રાષ્ટ્ર ઉત્સ્થાનું કાર્ય કરતા શિક્ષકો,શિક્ષણ થકી અને લોકો રોજગારી અને કારકિર્દી ધડતર , સમાજ સેવામાં કુદરતી અને કુત્રિમ હોનારતમાં કામગીરી, પર્યાવરણ વૃક્ષ જાળવણી, વુક્ષારોપણ કામગીરી, મતદાન જાગૃતિ અને અંધશ્રદ્ધા નિવારણની સેવા કરતા શિક્ષક મિત્રોનું નોમીનેશનલ કરી તેવા શિક્ષકોને મહાત્મા જ્યોતિબા ફૂલે, ક્રાંતિજ્યોતિ સાવિત્રીબાઈ ફૂલે રાષ્ટ્રીય શિક્ષક સન્માનથી નવાજવામાં આવેલા છે.
ભારતમાં વિશિષ્ટ સેવા કરતા શિક્ષકોની બાયોડેટાના આધારે ભારતમાં ભારત સરકાર દ્વારા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક મેળવી ચૂકેલા શિક્ષકો હોય તેવા શિક્ષકો પાસે મૂલ્યાંકન કરાવી અને વિશેષ પ્રથમ સપ્ટેમ્બર સન્માન કરવા પાત્ર શિક્ષકોની યાદી તૈયાર કરી તેમનું વિશેષ સન્માન પત્ર વિધાલયમાં મોકલી આપી તેઓ પાચમી સપ્ટેમ્બર રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિતે ઓનલાઇન માધ્યમથી જોડાઈ રાષ્ટિય પારિતોષિક એવોર્ડ વિજેતા શિક્ષકોના હસ્તે સન્માન સમારોહમાં બિરદાવવામાં આવ્યા હતા.
બાળ રક્ષક ટ્રસ્ટ પ્રમુખ નરેશ વાઘ ડૉ રવિન્દ્ર રમતકર, ડૉ મુનાલાલ દેવદાસ રાષ્ટિય પારિતોષિક વિજેતા છતીસગઢ બળદેવપૂરી રાષ્ટિય પારિતોષિક વિજેતા ગુજરાત જેવા મહાનુભાવો ની વિશેષ ઉપસ્થિત અને મૂલ્યાંકનથી પારિતોષિકથી સન્માન કરવામાં આવ્યું હતું .
ઓધારભાઈ બી દેસાઈ જણાવેલ કે, સમગ્ર ભારતમાં શિક્ષણ સાથે જોડાયેલ સંસ્થાઓમાં થઈ રહેલ કામગીરી અને તેમાંથી જે વિશેષ બાબત જાણી શિક્ષણમાં ઉપીયોગી થાય તે માટે અવિરત શિક્ષણ કાર્યમાં કંઈક નવું શીખવા શ્રેષ્ઠ પ્રયત્ન કરીએ છે બાળરક્ષક ટ્રસ્ટ મહારાષ્ટ દ્વારા મારી કામગીરીની નોંધ લઇ આ શુભ અવસર નિમિતે સન્માન કરવા બદલ આભાર વ્યક્ત કરું છું અને મને આનંદ એ વાત નો છે કે અન્ય ટ્રસ્ટો નોંધ લીધી તે માટે જે મારી માતુસંસ્થાએ મને શિક્ષણ ની સેવાની તક આપી છે.
વિશેષ કામગીરીમાં હર હંમેશા શ્રી પાટણ જૈન મંડળ, શ્રી બી ડી સાર્વજનિક વિધાલય, અને બી ડી એસ વી ભૂતપૂર્વ વિદ્યાર્થી એસોસિઅન, અને ડૉ બી આર દેસાઈનો અનેક ગણો મોટો ફાળો રહેલ છે તેના થકી જ દરેક વિશેષ કામગીરી કરી શકું છું એટલે સૌ પ્રથમ હું તેમનો આભારી રહીશ આ તકે સર્વે શુભેચ્છકોએ શુભકામના પાઠવી હતી.