આણંદએક કલાક પેહલા
- કૉપી લિંક
- રાજકીય પક્ષોએ વધુ સમય માગતા 1 સપ્ટેમ્બરે ચૂંટણી નહીં થાય
આણંદ,પેટલાદ, ઉમરેઠ, સોજીત્રા અને ખંભાત પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની અઢી વર્ષની મુદત પૂર્ણ થતી હોય આગામી અઢી વર્ષ માટે પ્રમુખ ઉપપ્રમુખ વરણી માટે 1 લી સપ્ટેમ્બર યોજાશે તેવું જાહેરનામું કલેકટર દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું.પરંતુ રાજકીય પક્ષોને આ અંગે ચૂંટણી પંચમાં રજૂઆત કરીને પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી માટે વધુ સમય આપવાની માંગ સાથે રજૂઆત કરી હતી. તેના પગલે ચૂંટણી પંચ દ્વારા અઢીવર્ષની મુદત માટે પાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી આગામી 14મી સપ્ટેમ્બર રોજ બપોરે 12 કલાકે જે તે નગરપાલિકાના સભાખંડમાં યોજાશે તેમ જિલ્લા કલેકટર મિલિન્દ બાપનાએ જાહેરનામુ બહાર પાડીને જેતે નગરપાલિકાને મોકલી આપ્યું હતું.
આણંદ, પેટલાદ, ખંભાત, ઉમરેઠ અને સોજિત્રા પાલિકામાં આગામી 1 લી સપ્ટેમ્બરના રોજ યોજાનાર હતી. જેને લઇને છેલ્લા એક સપ્તાહથી તમામ પાલિકાના કાઉન્સિલરોઅે પ્રમુખ-ઉપપ્રમુખ પદ મેળવવા માટે કવાયત હાથ ધરી હતી. તેમજ કાઉન્સિલરોને પોતાની તરફેણમાં કરવા માટે રાત્રિ બેઠક અને ડીનર પાર્ટી સહિતના કાર્યક્રમો યોજાઇ રહ્યાં હતા. તો વળી કેટલાંક કાઉન્સિલરો પ્રદેશ કક્ષા સુધી પહોંચી ગયા હતા.આ વખતે નવા અને જૂના નેતાઓ વચ્ચે ખેંચાતાણ હતી. જો કે હવે 1 લી સપ્ટેમ્બર ની જગ્યાએ ચૂંટણી પંચ દ્વારા તમામ નગરપાલિકાઓમાં 14મી સપ્ટેમ્બર પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાશે.તેવું જાહેરનામુ જિલ્લા કલેકટર પ્રસિદ્વ કરીને જે તે નગરપાલિકામાં મોકલી આપ્યું છે. જેને લઇને હાલ પુરતી તમામ અટકળોનો અંત આવી ગયો છે.
.