રાજકોટ40 મિનિટ પેહલા
- કૉપી લિંક
ગાડીના બોગસ દસ્તાવેજ બનાવી નાણાં પડાવી છેતરપિંડી કરનાર ટોળકીનો બચાવ કરનાર એલસીબી PSI બી.બી. બોરીસાગર અને આરોપી હાર્દિક ગઢવીને નોટિસ ફટકારી આગામી તા.21ના રોજ કોર્ટમાં હાજર થવા આદેશ કર્યો છે. જંક્શન પ્લોટમાં રહેતા નાગેશસિંહ શેખરસિંહ ચૌહાણને તા.20-9-2022ના હાર્દિક ગઢવીએ ફોન કરી એક ગાડી આવી છે, લોન પૂરી છે, એનઓસી છે બેંકની તમારે ગાડી પર પૈસા આપવા હોય તો પાર્ટી મેચના સટ્ટામાં ઊઠી ગઇ હોવાથી પૈસાની તાત્કાલિક જરૂર છે.
તપાસ કરતા ગાડી પર નવ લાખથી વધુની લોન હોવાનું અને ગાડીના દસ્તાવેજો પણ બોગસ હોવાનું જાણવા મળ્યું હતું. હાર્દિક તેના સાગરીતો સાથે આવી રીતે પૈસા પડાવતા હોવાનું જાણવા મળતા PSI બોરીસાગરને જાણ કરી હાર્દિક ગઢવી અને તેના ત્રણ સાગરીતને પકડાવ્યા હતા. ત્યાર બાદ ફરિયાદ નહિ નોંધાતા PSIને ફોન કરતા તેમણે ફરિયાદ નહિ નોંધાય તેવું જણાવ્યું હતું. જેથી ટોળકીને પોલીસે છાવરી હોય એડવોકેટ રવિરાજસિંહ રાઠોડ મારફતે કોર્ટમાં અરજી આપી હતી.
.