Not only in learning, but also in teaching, ladies first, women competing with men for permanent faculty positions in higher education institutions, the coming time G…Ma’am | ભણવામાં જ નહીં, ભણાવવામાં પણ લેડીસ ફર્સ્ટ, ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં કાયમી ફેકલ્ટીના હોદ્દા પર મહિલાઓની પુરુષોને ટક્કર, આવનારો સમય જી…મેડમનો

Spread the love
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Not Only In Learning, But Also In Teaching, Ladies First, Women Competing With Men For Permanent Faculty Positions In Higher Education Institutions, The Coming Time G…Ma’am

અમદાવાદએક કલાક પેહલા

  • કૉપી લિંક

ભારતનું ઉજ્જવળ ભવિષ્ય સુનિશ્ચિત કરવામાં નારીશક્તિનું સામર્થ્ય ભારતની અમૂલ્ય તાકાત છે. ત્યારે છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારતે મહિલા સશક્તીકરણ માટે જે કંઈપણ કામ કર્યું છે, એનાં પરિણામો હવે આપણને જોવા મળી રહ્યાં છે. હાલમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં કાયમી ફેકલ્ટીના હોદ્દા પર મહિલાઓની સંખ્યામાં 61.3 ટકાનો વધારો થયો છે. સરકારના આંકડા પરથી એવું કહી શકાય કે આવનારા સમયમાં ભારતમાં વિષય ડૉકટરેટ નિષ્ણાતોમાં મહિલાઓ પોતાનું આધિપત્ય જમાવી દેશે.

દરેક ક્ષેત્રમાં મહિલાઓનો ડંકો
છેલ્લાં 9-10 વર્ષમાં હાઇસ્કૂલ અથવા એનાથી આગળ અભ્યાસ કરનારી છોકરીઓની સંખ્યામાં ત્રણ ગણો વધારો થયો છે. ભારતમાં વિજ્ઞાન, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને ગણિતમાં છોકરીઓની પ્રવેશ નોંધણી આજે 43 ટકા સુધી પહોંચી ગઇ છે અને આ આંકડો સમૃદ્ધ દેશોની સરખામણીમાં સૌથી વધુ છે, પછી ભલે એમાં અમેરિકા, યુકે, જર્મની જેવા દેશો હોય. એવી જ રીતે તબીબીક્ષેત્ર હોય કે રમતગમતનું ક્ષેત્ર, વ્યવસાય હોય કે રાજકીય પ્રવૃત્તિ હોય, ભારતમાં મહિલાઓની ભાગીદારીમાં માત્ર વધારો થયો છે એવું નથી, પરંતુ તેઓ દરેક ક્ષેત્રમાં આગળ વધીને નેતૃત્વ કરી રહી છે. આજે ભારતમાં એવાં ઘણાં ક્ષેત્રો છે, જેમાં નારીશક્તિનું સામર્થ્ય જોવા મળી રહ્યું છે.

કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન.

કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન.

શિક્ષણક્ષેત્રે મહિલા સશક્તીકરણ

  • ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં કાયમી ફેકલ્ટીના હોદ્દા પર મહિલાઓની સંખ્યામાં 61.3 ટકાનો વધારો
  • મહિલા પીએચડી ઉમેદવારોની સંખ્યા વર્ષ 2020-21માં વધીને 95,088 પહોંચી
  • મહિલા પીએચડી ઉમેદવારોની સંખ્યા વર્ષ 2016-17માં 59,242 હતી
  • મહિલા શિક્ષણવિદોની સંખ્યા વર્ષ 2020-21માં 84,226 પહોંચી
  • મહિલા શિક્ષણવિદોની સંખ્યા વર્ષ 2016-17માં 52,216 હતી
  • ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં 3,008 મહિલા કાયમી શૈક્ષણિક હોદ્દાઓ પર
ગુજરાત યુનિ.ના પહેલાં મહિલા કુલપતિ ડૉ.નીરજા ગુપ્તા અને GTUનાં પ્રથમ મહિલા કુલપતિ ડૉ.રાજુલ ગજ્જર.

ગુજરાત યુનિ.ના પહેલાં મહિલા કુલપતિ ડૉ.નીરજા ગુપ્તા અને GTUનાં પ્રથમ મહિલા કુલપતિ ડૉ.રાજુલ ગજ્જર.

ગુજરાતની બે ખ્યાતનામ યુનિવર્સિટીમાં મહિલા કુલપતિ

રાજ્યની સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટીનાં પહેલાં મહિલા કુલપતિ તરીકે ડૉ. નીરજા ગુપ્તાની પસંદગી અને ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટીનાં પ્રથમ મહિલા કુલપતિ પદે ડૉ. રાજુલ ગજ્જરની નિમણૂકે રાજ્ય સરકારના મહિલા સશક્તીકરણના અભિગમને સ્પષ્ટ કરી દીધો છે. નવી શિક્ષણનીતિના અમલીકરણ અંતર્ગત ગુજરાત સરકારે હવે અંતિમ તબક્કાની કવાયત હાથ ધરી છે. જે મુજબ ગુજરાત કોમન યુનિવર્સિટી બીલ જાહેર કર્યું છે, જેમાં જણાવ્યું છે કે યુનિવર્સિટીના સત્તામંડળોમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટ, એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને એકેડેમી આ ત્રણેય સત્તામંડળમાં વાઇસ-ચાન્સેલર દ્વારા નામાંકિત થનારા કુલ સભ્યોની ઓછામાં ઓછી 33% સભ્યો મહિલા રાખવાની રહેશે.

શું છે AISHE ?

  • ઓલ ઈન્ડિયા સરવે ઓન હાયર એજ્યુકેશનના નામથી પ્રચલિત
  • AISHEમાં 1,113 યુનિવર્સિટીઓ, 43,796 કોલેજ, 11,296 એકલ સંસ્થા નોંધાયેલી
  • AISHE શિક્ષણક્ષેત્રે ડેટા એકત્રિત કરે છે
  • શિક્ષકો, વિદ્યાર્થીઓની નોંધણી, કાર્યક્રમો, પરીક્ષાના પરિણામોનો ડેટા એકત્રિત કરે છે
  • શિક્ષણ ફાઇનાન્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ઘણા પરિમાણો પર કરે છે ડેટા એકત્રિત
  • સર્વેક્ષણ દ્વારા એકત્રિત માહિતી નીતિગત નિર્ણયો લેવામાં બને છે ઉપયોગી
  • છેલ્લો AISHE સરવે 2020-21માં કરાયો હતો

શિક્ષણક્ષેત્રે ઉચ્ચ હોદ્દા પર મહિલા
ઓલ ઈન્ડિયા સરવે ઓન હાયર એજ્યુકેશનના સરવે મુજબ મહિલાઓ હાલમાં ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં કુલપતિ, પ્રોફેસર અને સમકક્ષ, રીડર અને એસોસિયેટ, લેક્ચરર અથવા સહાયક પ્રોફેસર અને ડેમોન્સ્ટ્રેટરની પોસ્ટ પર કાર્યરત છે.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *