નિરોણાએક કલાક પેહલા
- કૉપી લિંક
- સાંસદ આદર્શ ગામ નિરોણામાં સામાન્ય વીજ ફોલ્ટ પણ મોટો
સાંસદ અાદર્શ ગામ નિરોણામાં સામાન્ય વીજ ફોલ્ટ પણ મોટો સાબિત થઇ રહ્યો છે. વિલેજ હેલ્પરની બદલી થઇ જતા હવે છેક ભુજથી ટીમ અાવે ત્યારે પુરવઠો ફરી શરૂ થઇ શકે છે. નિરોણા ગામે છેલ્લા એક વર્ષથી અનેક રજૂઅાતો બાદ વિલેજ હેલ્પરની જગ્યા ભરાઇ હતી. પરંતુ છેલ્લા દસ દિવસથી તેમની કોઈપણ કારણોસર બદલી નખત્રાણા મધ્યે થઇ છે. આમ ગામ અને આજુ બાજુના વિસ્તારમાં નાનો કે મોટો ફોલ્ટ થવાથી ભુજ ફરિયાદ લખાવ્યા પછી ભુજ થી ગાડી ગામડાઓ ફરતી ફરતી બે થી ત્રણ કલાક પછી પહોંચે છે.
જેથી નિરોણાનો વીજ પુરવઠો નાના ફોલ્ટમાં પણ કલાકો માટે બંધ રહે છે. નિરોણામાં કુમાર શાળા, કન્યા શાળા, હાઈસ્કુલ, આંગણવાડી, બેંક ઓફ ઈન્ડીયા, સિંચાઈ ઓફીસ, ફોરેસ્ટ ઓફીસ, પી.એચ.સી., ગ્રામ પંચાયત, પોસ્ટ ઓફીસ, નિરોણા પોલીસ સ્ટેશન સહીતની તમામ સરકારી કચેરીઓના રોજીંદા વ્યવહારને અાના લીધે ખુબજ મુશ્કેલી થાય છે. તો બીજીબાજુ નિરોણા ગામના વર્ષો જુના વાયર હટાવી ટીસીની મરંમત કરવાની પણ માંગ લાંબા સમયથી છે. કેન્દ્ર સરકાર દ્વારા એજન્સીને જુના વાયર હટાવીને કેબલ લગાવવાનું કામ અપાયેલું છે, પરંતુ હજુ સુધી કામ શરુ થયેલુ નથી. નિરોણાની વસતી 10 હજારની છે અને 7 થી 8 ગામડાઓ નિરોણા હેઠળ અાવે છે. જે તમામને ધ્યાનમાં રાખીને ટીસીની મરંમત તથા જુના કેબલ બદલાવીને નવા કેબલ પાથરવા અને વિલેજ હેલ્પર માટે જગ્યા પૂર્ણ કરવા માંગ કરાઇ હતી. ઉપરોક્ત સમસ્યાઓ અંગે સરપંચ દ્વારા અગાઉ અનેક વખત લેખિતમાં રજુઆત કરાઇ છે. પરંતુ તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી થયેલ નથી તેવું સરપંચે જણાવ્યું હતું
.