No speedy implementation of impact fees | અમદાવાદમાં ગેરકાયદેસર બાંધકામોને કાયદેસર કરવા માટે 43,392માંથી 3,486 અરજીઓ મંજૂર, સૌથી વધુ પશ્ચિમ વિસ્તારમાંથી આવી

Spread the love

અમદાવાદ4 કલાક પેહલા

  • કૉપી લિંક

ગેરકાયદેસર બાંધકામોને કાયદેસર કરવા માટે થઈને સરકાર દ્વારા ઇમ્પેક્ટ ફીનો કાયદો લાવવામાં આવ્યો છે. ગત વર્ષે ઇમ્પેક્ટ ફીનો કાયદો લાવવામાં આવ્યો હતો ત્યારે અમદાવાદમાં 20 ઓગસ્ટ, 2023 સુધીમાં 43,392 અરજીઓ મળી છે, જેમાંથી કુલ 3486 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે અને કુલ રૂ. 22.86 કરોડની આવક થઈ છે. ઇમ્પેક્ટ ફી મારફતે ગેરકાયદેસર બાંધકામોને રેગ્યુલરાઈઝ કરવાની છેલ્લી તારીખ 16 ડિસેમ્બર, 2023 સુધીની છે. અમદાવાદમાં માત્ર 8 ટકા જ અરજીઓનો નિકાલ થઈ ચૂક્યો છે હજી પણ 92 ટકા અરજીઓ બાકી છે.

દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ રૂ. 8.96 કરોડથી વધુ આવક થઈ
શહેરના તમામ ઝોનમાં ઈમ્પેક્ટ ફીના કાયદાનો અમલ ઝડપી બનાવવા અને ગેરકાયદે બાંધકામો નિયમિત કરાવવા માટે કરાયેલી અરજીઓના નિકાલની કાર્યવાહી વધુ ઝડપી બનાવવા સૂચના આપવામાં આવી છે છતાં પણ ઇમ્પેક્ટ ફી અંગે હજી સુધી ઝડપી કાર્યવાહી ન થતાં અનેક અરજીઓ પેન્ડિંગ પડી રહી છે. ઈમ્પેક્ટ ફી હેઠળ રેગ્યુલરાઈઝ કરાવવા માટે થઈ શહેરના પશ્ચિમ ઝોનમાંથી સૌથી વધુ 7,419 અરજીઓ આવી છે. જ્યારે ઈમ્પેક્ટ ફી હેઠળ શહેરના દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ રૂ. 8.96 કરોડથી વધુ આવક થઈ છે.

ઈમ્પેક્ટ ફીના કાયદાને નોંધપાત્ર પ્રતિસાદ મળ્યો નહીં
રાજ્ય સરકાર દ્વારા ઈમ્પેક્ટ ફીના કાયદાનો અમલ કરવા માટે જાહેરનામું જારી કરાયા પછી અમલમાં મૂકાયેલા ઈમ્પેક્ટ ફીના કાયદામાં કેટલાંક ગૂંચવાડા અને મુશ્કેલીઓ હોવાને કારણે ઈમ્પેક્ટ ફીના કાયદાને નોંધપાત્ર પ્રતિસાદ સાંપડ્યો નહોતો.આ બાબતે રાજ્ય સરકાર સમક્ષ કરાયેલી રજુઆતોને ધ્યાનમાં લઈને ઈમ્પેક્ટ ફીના કાયદામાં કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. જેના પરિણામે ઈમ્પેક્ટ ફીના કાયદાના અમલમાં વધુ સરળતા થઈ છે. બીજી તરફ ઈમ્પેક્ટ ફીના કાયદાનો લાભ લેવા માટે અરજદારો આગળ આવતા નથી અને તે માટે કેટલાંક કારણો જવાબદાર હોવાનું માનવામાં આવે છે. ઈમ્પેક્ટ ફીના કયદાના અમલને નોંધપાત્ર પ્રતિસાદ મળે તે હેતુસર હજુ ઈમ્પેક્ટ ફીના કાયદામાં કેટલીક જોગવાઈઓ વધુ સરળ બનાવવાની અને વધુ વ્યવહારૂ બનાવવાની જરૂર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *