- Gujarati News
- Local
- Gujarat
- Rajkot
- No Refund After Collecting Deposit The Accused Residing In Rajkot Did Not Return The Deposit Amount Taken For Hotel Rent After Collecting Rs.2.44 Lakhs.
રાજકોટ19 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભાવનગર નજીક ગઢડા તાલુકાના જલાલપુર ગામે રહેતા અને ખેતી કામ કરતા 26 વર્ષીય ગીરીશ ધનજીભાઈ સિંધવે રાજકોટમાં રહેતા આરોપી કુલદિપ ડાભીએ તેની સાથે છેતરપિંડી કર્યાની ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેને રાજકોટમાં ધંધો કરવો હોવાથી તપાસમાં હતો. આ દરમિયાન કોટેચા ચોક પાસે પિઝા એક્સપ્રેસ નામની હોટલ બંધ હાલતમાં હોવાની માહિતી મળી હતી. જેથી તે જગ્યામાં ભાડે હોટલ ચલાવતા આરોપીનો સંપર્ક કરતા 40 હજારનું ફર્નિચરનું જ્યારે હોટલનું 1.10 લાખ ભાડું કહ્યું હતું. આ રીતે કુલ 1.50 લાખનું ભાડું નક્કી થયું હતું. ડીપોઝીટ પેટે આરોપીએ 3.50 લાખની માંગણી કરી હતી.
ભાડું પરત ન આપતા નોંધાવી ફરિયાદ
ગીરીશ સીંધવેના ભાઈ ભરતસિંહે ટોકન પેટે 5,101 આપ્યા હતા. જ્યારે આરોપીને કુલ 2.44 લાખની રકમ ડિપોઝિટ પેટે આપી હતી, પરંતુ આરોપીએ હોટલના માલીક સાથે તેની મુલાકાત કરાવી ન હતી. જેથી આરોપી યોગ્ય નહીં લાગતા ધંધો ન કરવાનું નક્કી કરી આરોપી પાસેથી ડીપોઝીટની રકમ પરત માંગતા મુદ્દત આપી હતી. પરંતુ તે મુદતે રકમ પરત નહીં આપતા આખરે તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
.