Navsari Town Police solved the case of mobile theft, seized seven mobiles and arrested two cousins | નવસારી ટાઉન પોલીસે મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલ્યો, સાત મોબાઈલ કબજે કરી બે સગા ભાઈઓની ધરપકડ કરી

Spread the love

નવસારી19 મિનિટ પેહલા

  • કૉપી લિંક

નવસારીમાં મોબાઈલ ચોરતી દંતાણી ટોળકીના બે સગા ભાઈઓને નવસારી ટાઉન પોલીસે શહીદ ચોક પાસેથી ઝડપી પાડી નવસારીમાં મોબાઈલ ચોરીના ત્રણ ગુનાઓ ઉકેલી કાઢ્યા છે. જયારે ચોરીના કુલ 7 મોબાઈલ કબજે કરીને અન્ય એકને વોન્ટેડ જાહેર કરી તપાસને વેગ આપ્યો છે. આરોપીઓ પાસેથી 48 હજારના કુલ 7 ચોરીના મોબાઈલ કબજે લેવાયા છે.

નવસારી શહેરમાં વધેલા મોબાઈલ ચોરીના ગુનાઓ શોધવા માટે નવસારી પોલીસ સક્રિય બની હતી. જેમાં નવસારી ટાઉન પોલીસને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, મોબાઈલ ચોરીમાં સંડોવાયેલો એક યુવાન શહીદ ચોક વિસ્તારમાં ફરી રહ્યો છે. જેથી પોલીસે શહીદ ચોક પાસે ફિલ્ડીંગ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળો યુવાન આવતા જ પોલીસે તેને દબોચી લીધો હતો. પોલીસ પૂછપરછમાં પકડાયેલા મોબાઈલ ચોરે પોતાનું નામ રણજીત નટવર દંતાણી (20) હોવાનું જણાવ્યું હતું અને રણજીત તેના બે ભાઈઓ પ્રહલાદ અને રવિ સાથે મળીને મોબાઈલ ચોરી કરતો હતો. જયારે મોબાઈલ ચોર્યા બાદ ક્યારેક રવિ તો ક્યારેક પ્રહલાદ મોબાઈલ વેચી દેતા હતા. જેથી પોલીસે રણજીતની મદદથી રવિ દંતાણીને પકડી પાડ્યો હતો. જોકે પ્રહલાદ પોલીસને હાથે આવતા રહી ગયો હતો. પોલીસે આરોપી રણજીત દંતાણી અને રવિ દંતાણીની ધરપકડ કરી, ચોરીના 7 મોબાઈલ ફોન કબજે કર્યા હતા. સાથે જ આરોપી પ્રહલાદને વોન્ટેડ જાહેર કરી, તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

આ રીતે કરતા હતા મોબાઈલ ચોરી
દંતાણી ભાઈઓ રાત્રી દરમિયાન શહેર અને નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં ફરે છે અને ત્યાં પડાવમાં કે કોઈક જગ્યાએ ખુલ્લામાં રહેતા મજૂરો પાસેના મોબાઈલ ફોન ચોરી લેતા હતા. જેને બાદમાં રવિ અથવા પ્રહલાદ બંને વેચી દેતા હતા.

મોબાઈલ ચોરતા દંતાણી ભાઈઓ અનાથ, મજૂરી સાથે ચોરીને આપે છે અંજામ
પડાયેલા દંતાણી ભાઈઓ અનાથ છે, માતા-પિતાનાં મોત બાદ રણજીત અને પ્રહલાદ નવસારીના શહીદ ચોક પાસે આવેલ દિલખુશ હોટલના ઓટલા ઉપર રાત્રી દરમિયાન સુઈ રહે છે. ત્રણેય ભાઈઓમાં 30 વર્ષીય રવિ સૌથી મોટો, ત્યારબાદ 29 વર્ષીય પ્રહલાદ અને સૌથી નાનો 20 વર્ષીય રણજીત દંતાણી છે. જેમાં રવિ વિજલપોરમાં પોતાની પ્રેમિકા સાથે રહે છે. મોબાઈલ ચોરટા દંતાણી ભાઈઓ દિવસના મજૂરી કામ કરે છે, જયારે રાતે ચોરીને અંજામ આપે છે. જયારે શહેરના રામજી મંદિરમાં જમી લે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *