Naradham committed rape by abducting a minor who came in contact on social media, father beat his son after drinking alcohol, grandfather called the police | સોશિયલ મીડિયામાં સંપર્કમાં આવેલી સગીરાનું અપહરણ કરીને નરાધમે દુષ્કર્મ આચર્યું, દારૂ પીને પિતાએ પુત્રને માર મારતા દાદાએ પોલીસ બોલાવી

Spread the love
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Naradham Committed Rape By Abducting A Minor Who Came In Contact On Social Media, Father Beat His Son After Drinking Alcohol, Grandfather Called The Police

વડોદરા2 કલાક પેહલા

  • કૉપી લિંક

વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં ગુમ થયેલી સગીરા દુષ્કર્મનો ભોગ બનતા પોલીસે સગીરાનું અપહરણ કરનાર યુવકની અટકાયત કરી છે અને ગોરવા પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

સગીરા પર દુષ્કર્મ આચર્યું
ગોરવા વિસ્તારની સગીરા લાપતા થતાં તેમના પરિવારજનોએ શોધખોળ કરી હતી. આખરે ગોરવા પોલીસ સ્ટેશનમાં જાણ કરાતા પોલીસની ટીમો દોડતી થઈ હતી. આ દરમિયાન એક યુવક પર શંકા જતા પોલીસે તેની તપાસ કરી મિત્રના ઘરે છાપો મારતા યુવક અને સગીરા મળી આવ્યા હતા. પોલીસે ગુલસીંગ રાઠવા (દેગલા ગામ, તા. જેતપુરપાવી, છોટાઉદેપુર)ની અટકાયત કરી હતી. પ્રાથમિક તપાસમાં સગીરા સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવેલા યુવકે તેનું અપહરણ કર્યા બાદ દુષ્કર્મ આચર્યું હોવાની વિગતો બહાર આવી છે. જેથી, પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી મેડિકલ તપાસ કરવાની કાર્યવાહી કરી છે.

દારૂ પીને પિતાએ પુત્રને માર માર્યો
વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં પુત્રને પરીક્ષમાં ઓછા માર્ક્સ આવકા દારૂ પીને યુવકે તેના પુત્રને માર માર્યો હતો. જેની જાણ દાદાને થઈ હતી. જેથી દાદાએ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી દીધી હતી અને ઘટનાની જાણ થતાં ગોરવા પોલીસ દોડી ગઈ હતી અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *