ભાવનગરએક કલાક પેહલા
- કૉપી લિંક
- ધ્વજારોહણ, મહાપ્રસાદ, સત્યનારાયણની કથા કરવામાં આવી
પવિત્ર શ્રાવણ માસના શરૂ થઈ રહેલા ધાર્મિક તહેવારોમાં નાગપંચમીનું પૌરાણીક દ્રષ્ટિએ ખુબ જ મહત્વ છે. જેમાં આજે નાગ પાંચમ નિમિતે શહેરના ભાવનગર શહેરના સેન્ટ મેરી સ્કૂલ પાછળ આવેલ મંદાર કોલોની પાસે આવેલ નાગ પંચમી નિમિત્તે શરમાળીયા દાદા ના મંદિર તથા કુંભારવાડા વિસ્તારમાં આવેલ શરમાળીયા દાદાના મંદિરો ખાતે ભાવિકો દર્શનાથે ઉમટી પડ્યા હતા,શહેરના નાગદેવતાના મંદિરો ખુબજ ઓછા છે આજે મહિલાઓ મંદિરોમાં કુલેર, શ્રીફળ, તલવટના નૈવેદ્ય ધરવા સાથે નાગલાની માળા ચડાવી સર્પદેવતા પાસે રક્ષાની કામનાઓ કરી હતી.
આજે સવારે ધ્વજારોહણ, મહાપ્રસાદ, મહિલા સત્સંગ, સત્યનારાયણની કથા કલાકે કરવામાં આવી હતી.બોળચોથના પર્વ સાથે જન્માષ્ટમી પર્વ શ્રૃંખલાનો આરંભ થયો છે દર વર્ષની પરંપરા મુજબ નાગ પંચમીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી, સૌરાષ્ટ્ર પંથકમાં શરમાળીયા દેવ(દાદા) ખેતરપાળ, ક્ષેત્રપાલ, વાસુકી, ખેતલીયાઆપા સહિતના નામે ઓળખાય છે. તો દક્ષિણ ગુજરાત-ઉત્તર ગુજરાતમાં “ગોગા મહારાજ” તરીકે સાપ પ્રચલિત છે અને લોકો આજે પણ આદરભાવ સાથે સાપ ની પૂજા-અર્ચના કરે છે ગુજરાતમાં અનેક સ્થળોએ સાપ દેવતાના મંદિરો આવેલા છે.
.