જુનાગઢ25 મિનિટ પેહલા
- કૉપી લિંક
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શીલાફલ કમ કાર્યક્રમ યોજાયો હતો. મારી માટી મારો દેશ કાર્યક્રમ અંતર્ગત રાષ્ટ્ર વ્યાપી ઉજવણી કરવામાં આવી રહી છે, જેને લઈ જૂનાગઢના લોક સાહિત્યકાર રાજભા ગઢવી દ્વારા દેશભક્તિ સભરસાહિત્ય કાર્યક્રમ પીરસાયો તેમજ અલગ અલગ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. પોલીસ જવાન, હોમગાર્ડ જવાનો દ્વારા તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાનગરપાલિકાના સત્તાધીશો અને પદાધિકારીઓ તેમજ જૂનાગઢની જનતાની ઉપસ્થિતિમાં ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો હતો.

ડેપ્યુટી મેયર ગીરીશ કોટેચાએ જણાવ્યું હતું કે, આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આખા દેશમાં અલગ-અલગ પ્રકારના રાષ્ટ્રીય કાર્યક્રમો શરૂ છે, ત્યારે બે દિવસ પહેલા 15 મી ઓગસ્ટ પર આખા દેશમાં તિરંગા યાત્રા યોજવામાં આવી અને આ વિચાર માત્ર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જ આવી શકે. દેશના શહીદોને યાદ કરી દેશમાંથી અલગ અલગ શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાંથી માટી એકઠી કરવામાં આવી રહી છે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા 10,000 થી વધુ લોકોનું રાષ્ટ્ર પ્રેમને લઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જૂનાગઢ ખાતે આવેલા પાર્કમાં શહીદોએ પોતાના પ્રાણ રેડ્યા છે તેના નામની તકતી પણ લગાવવામાં આવી છે. મારો દેશ મારી માટી આ કાયમ માટે લોકોના માનસમાં રહેવું જોઈએ કારણ કે રાષ્ટ્ર પ્રેમનું ગૌરવ માત્ર 15 મી ઓગસ્ટ કે 26 મી જાન્યુઆરી જ નહીં પરંતુ તિરંગો એ આપણા સૌનો જીવ છે. જ્યારે યુક્રેનના યુદ્ધ સમયે ત્યાં રહેતા વિદ્યાર્થીઓને પોતાના દેશમાં પરત મોકલવા માટે પોત પોતાના દેશનો તિરંગો હાથમાં રાખ્યો હતો ત્યારે પાકિસ્તાની વિદ્યાર્થિઓએ પણ યુક્રેનમાંથી બહાર નીકળવા માટે ભારતનો તિરંગો હાથમાં લઇ ત્યાંથી નીકળ્યા હતા. આજના દિવસે શહીદોને યાદ કરી નમન કરીએ.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશ પરસાણાએ જણાવ્યું હતું કે, આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સંકલ્પ કરવામાં આવ્યો હતો અને આહવાહન કરવામાં આવ્યું હતું કે, 9 ઓગસ્ટથી 19 ઓગસ્ટ સુધી દેશમાં જુદા જુદા રાષ્ટ્ર પ્રેમને લગતા કાર્યક્રમો થાય એ અંતર્ગત આજે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શીલાફલકમ એટલે કે, શહેરમાં કે ગ્રામ્ય વિસ્તારમાં જે યુવાન દેશ ભક્તિ માટે શહીદ થયા છે તેને યાદ કરી કાર્યક્રમ કરવાનો નિર્ણય કરવામાં આવ્યું હતો, જેને કારણે 9 ઓગસ્ટથી 19 ઓગસ્ટ સુધી અલગ અલગ શહેરના વોટ તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢના 15 જેટલા વોર્ડની માટી એક કુંભમાં એકઠી કરવામાં આવી હતી અને આ માટી દિલ્હી જશે જ્યા એક અમૃતવાટિકા બનશે. જે શહીદો છે તેની સ્મૃતિમાં આ અમૃતવાટિકા બનાવવામાં આવશે.










