Municipal Commissioner’s announcement to keep slaughterhouses closed on Mondays of Shravan and Janmashtami | શ્રાવણ મહિનાનાં સોમવાર અને જન્માષ્ટમીનાં દિવસે કતલખાના બંધ રાખવા મનપા કમિશ્નરનું જાહેરનામું

Spread the love

રાજકોટ2 કલાક પેહલા

  • કૉપી લિંક

પવિત્ર શ્રાવણ માસ શરૂ થતાં તમામ સોમવાર તેમજ જન્માષ્ટમીના દિવસે કતલાખાના બંધ રાખવા મનપા કમિશ્નરે જાહેરનામું બહાર પાડ્યું છે ત્યારે આજથી શરૂ થયેલા શ્રાવણ માસના સોમવાર તા.21, તા.28, તા.4, તા.11ના રોજ અને તા.7 જન્માષ્ટમી નિમિતે મનપાનાં વિસ્તારમાં આવેલ તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા તેમજ માંસ, મટન, મચ્છી અને ચીકનનું વેંચાણ કે સ્ટોર કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. સંબંધકર્તા સર્વેએ આ જાહેરનામાની અમલવારી ચુસ્તપણે કરવી તેમજ જાહેરનામાનો ભંગ કરનાર સામે ધી જીપીએમસી એકટ 1949ની કલમ 329 અને 336 તથા બાયલોઝ અન્વયે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું પણ આ જાહેરનામામાં જણાવાયું છે.

ભાદર-2 ડેમના હેઠવાસના ગામના લોકોને સાવચેત રહેવા સૂચના
ઉપરવાસમાં પડેલ ભારે વરસાદના કારણે રાજકોટ જિલ્લાની ભાદર-2 સિંચાઈ યોજના ભયજનક સપાટી પર છે. જેને લઈને રૂટ લેવલ સપાટી જાળવવા ગમે ત્યારે ડેમમાંથી પાણી છોડવામાં આવે તેવી શક્યતા છે. આથી, ડેમની હેઠવાસમાં આવેલા ધોરાજી તાલુકાના ભોળા, ભોળ ગામડા, છાડવાવદર અને સુપેડી, ઉપલેટા તાલુકાના ડુમીયાણી, ચીખલીયા, સમઢીયાળા, ગણોદ, ભીમોરા ગાધા, ગંદોડ, હાડફોડી, ઈસરા, કુંઢેચ, લાઠ, મેલી મજેઠી, નિલાખા, તલગણા અને ઉપલેટા ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ મામલતદારની યાદીમાં જણાવાયું છે.

આવતીકાલે જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક યોજાશે
રાજકોટ જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક આવતીકાલે યોજાનાર છે. બપોરે 3:30 કલાકે કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠકમાં સંબંધિત સર્વે સરકારી વિભાગોના અધિકારીઓને સમયસર ઉપસ્થિત રહેવા યાદીમાં જણાવાયું છે. આ બેઠકમાં પ્રવાસનને લગતા વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવશે. જ્યારે તા. 19 ઓગસ્ટનાં રોજ સવારે 11:00 વાગ્યે ફરિયાદ સંકલન સમિતિની બેઠક યોજાનાર છે.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *