પોરબંદર25 મિનિટ પેહલા
- કૉપી લિંક
રાણાવાવ તાલુકાના રાણાકંડોરણા ગામે પાણીના ખાડામાં પડી ગયેલા પુત્રને બચાવવા જતા માતાએ પાણીમાં ઝંપલાવતા બંનેના મોત નિપજ્યાની કરૂણ ઘટના સામે આવી છે.
રાણાકંડોરણા ગામે આવેલ ધારસીમ વિસ્તારમાં આવેલ પાણીના ખાડામાં બપોરના સમયે વાઘેલા વિજયા મધુ (ઉ.વ 33) તેમના પુત્ર ઉદય (ઉ.વ 10) સાથે કપડા ધોવા ગયેલ હતા. તે દરમિયાન રમતાં-રમતાં બાળક પાણીમાં પડી ગયો હતો. જેને બચાવવા માતા વિજયાબેન પણ અંદર કૂદ્યા હતા. જેમાં માતા-પુત્ર બંને પાણીમાં ગરકાવ થતા સ્થાનિકો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ઘટના અંગે પોરબંદર ફાયર વિભાગને જાણ કરવામાં આવતા પોરબંદર ફાયર ઓફિસર રાજીવ ગોહિલ સહિતની ટીમ દ્વારા માતા-પુત્રના મૃતદેહેને શોધવા માટે ભારે જહેમત ઉઠાવી હતી.
ફાયર વિભાગની ટીમ દ્વારા માતા-પુત્રની શોધખોળ હાથ ધરવામાં આવ્યા બાદ ભારે જહેમત બાદ બંનેના મૃતદેહો મળી આવ્યા હતા. બંને મૃતદેહોને રાણાવાવ સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ ખાતે ખસેડવામાં આવ્યા છે. માતા-પુત્ર બંનેના પાણીમાં ડુબી જવાથી મોત થયાની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી.
.