Morbi’s old quarrels, threats to kill, accused absconding after looting, crime registered against five accused | મોરબીના જૂના ઝઘડાનો ખાર રાખી જાનથી મારી નાખવાની ધમકી, લૂંટ ચલાવી આરોપીઓ ફરાર, પાંચ આરોપી વિરુદ્ધ ગુનો નોંધાયો

Spread the love

મોરબી19 મિનિટ પેહલા

  • કૉપી લિંક

મોરબી તાલુકાના રફાળેશ્વર ગામમાં રહેતા યુવાને જૂની અદાવતનો ખાર રાખી મારી નાખવાની ધમકી આપી. યુવાન અને એક મહિલાને માર મારી 13 હજાર રોકડની લૂંટ ચલાવી ફરાર થયા હતા. તો સામા પક્ષે પાંચ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.

મોરબીના રફાળેશ્વર ગામે રહેતા ગજેન્દ્ર ઉર્ફે ગજેન બાંભણવા નામના યુવાને પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેઓને આરોપીઓ ગૌતમ મકવાણા, અજય ચૌહાણ, પારસ ઉર્ફે સુલતાન વાઘેલા, મનોજ ઉર્ફે બાબો વાઘેલા, અશોક રાઠોડ, મુકેશ ઝાલા અને બે અજાણ્યા ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

જેમાં આરોપી ગૌતમ મકવાણા સામે યુવાને પોલીસ ફરિયાદ કરી હોય જે કોર્ટ કેસ ચાલુ હોય અને જેનો ખાર રાખી આરોપીએ યુવાને માર માર્યો હતો. જેમાં ફરીયાદી બચીને ઘરે ભાગ્યો હતો. તો આરોપીએ સાથે મળીને ઘરે જઈ ફરીયાદી રાજેશના પત્ની દક્ષાબેનને , ફરિયાદીના પિતા રમેશભાઈ સામે રિવોલ્વર તાકી ફરિયાદી ગજેન્દ્રભાઈને ફાયરીંગ કરી ભડાકે દઈ જાનથી મારી નાખવાની ધમકી આપી અને ખિસ્સામાં રહેલ રૂ. 13,000ની લૂંટ કરી હતી અને ઘરની વસ્તુમાં તોડોફોડ કરી હતી અને નાસી ગયા હતા. મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.

તો સામા પક્ષે ફરિયાદી પારસ ઉર્ફે સુલતાન ઉર્ફે વિપુલ વાઘેલા આરોપીઓ ગજન બારોટ, ભાવેશ ઉર્ફે કાલી, રાજુભાઈ સુમેસરા, દક્ષાબેન સુમેસરા અને પવુભા ગઢવી વાળા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીના લત્તામાં આવવાની ના પાડી હોવા છતાં આરોપી ગજન બારોટ ફરિયાદી પારસ વાઘેલાના લત્તામાં જઈને જયશ્રીબેન સાથે જેમ તેમ વર્તન કરતા જયશ્રીબેને પારસ વાઘેલાને ફોન કરી પોતાના ઘરે બોલાવતા આરોપીને સમજાવેલ બાદમાં આરોપીઓ ફરિયાદી પારસ અને માર માર્યો હતો. તેમજ આરોપી રાજુભાઈએ મહિલાનો હાથ પકડી બોલાચાલી કરી તેનો ડ્રેસ તોડી નિર્લજ્જ હુમલો કર્યો હતો. મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી બંને પક્ષની સામસામી ફરિયાદને આધારે વધુ તપાસ ચલાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *