સુરત10 મિનિટ પેહલા
- કૉપી લિંક
ચંદ્રયાન ચંદ્ર પર પહોંચ્યું અને દેશભરમાં હર્ષોઉલ્લાસ છવાઇ ગયો. ઇસરોની સિદ્ધિને ગુજરાત સહિત દેશવાસીઓએ વધાવી લીધી. પરંતુ ગુજરાતમાં ચંદ્રયાનને લઇને થયેલા એક દાવાએ ગુજરાતભરમાં તહેલકો મચાવી દીધો. સુરતના મિતુલ ત્રિવેદી નામના શખ્સે એવો દાવો કર્યો છે કે ચંદ્રયાન-3માં કન્સેપ્ટ અને સ્પેસ ક્રાફ્ટ ડિઝાઇનર તરીકે તેમણે મહત્વની ભૂમિકા ભજવી છે. બસ પછી શું થઇ ગયો વિવાદ.
મિતુલ ત્રિવેદી
અમદાવાદ ISROના ઉચ્ચ અધિકારીએ મિતુલ ત્રિવેદીને ઓળખવાનો ઇન્કાર કર્યો
મિતુલ ત્રિવેદીના દાવા બાદ મીડિયામાં તેમના ઇન્ટરવ્યુ આવવા માંડ્યા. તેમને મીડિયા સમક્ષ પોતાની સિદ્ધિ વર્ણવા માંડ્યા અને અનેક પ્રકારના દાવા કરી નાખ્યા. તો કેટલાક જાગૃત મીડિયા કર્મીઓએ અમદાવાદ ઇસરોના ઉચ્ચ અધિકારીઓને આ બાબતે પૂછતા સ્ફોટક ખુલાસો થયો. અમદાવાદ ઇસરોના ઉચ્ચ અધિકારીઓએ મિતુલ ત્રિવેદીને ઓળખવાનો ઇન્કાર કરી દીધો. અને ચદ્રયાન-3માં મિતુલ ત્રિવેદીએ કોઇ કામગીરી કરી હોવાની માહિતી હોવાનો પણ અધિકારીઓએ ઇન્કાર કર્યો.
મિતુલ ત્રિવેદી મીડિયાના સવાલોથી ભાગીને જતા રહ્યા
તો આ તરફ વિવાદ વધતા સુરત પોલીસે સમગ્ર બાબતે મિતુલ ત્રિવેદીનો ખુલાસો માગ્યો. પરંતુ હજુ તો ગઇકાલે જ મીડિયામાં પોતાની વાહવાહી કરતા મિતુલ ત્રિવેદી હવે મીડિયાના સવાલોથી ભાગીને જતા રહ્યા.
‘પ્રાચીન મહર્ષિઓની પદ્ધતિને અનુસરીને ચંદ્રયાન-3ની ડિઝાઇન બનાવી’
તો અગાઉ મિતુલ ત્રિવેદીએ gnews24x7ને જણાવ્યું હતુ કે આપણા ઋષિમુનિઓએ વિજ્ઞાનમાં અનેક વિષયો ઉપર ઊંડાણપૂર્વકનું જ્ઞાન આપ્યું છે. એવો કોઈ વિષય નથી કે જેના ઉપર ભારતના ઋષિમુનિઓએ અભ્યાસ કરીને સચોટ જ્ઞાન ન આપ્યું હોય. અવકાશી વિજ્ઞાનમાં પણ આપણા મહર્ષિઓનો ફાળો સૌથી વધુ છે. આજે આપણે માત્ર વિમાનની ડિઝાઇન પૂરતી વાત કરીએ તો પણ જેટલું આપણા પૌરાણિક પદ્ધતિમાં તેની ડિઝાઇનને લઇને ઉલ્લેખ છે તે અન્ય કોઈ સ્થળે જોવા નથી મળતો. મારી ભૂમિકા ડિઝાઇન તૈયાર કરવામાં હતી.અને હું પ્રાચીન મહર્ષિઓએ જે પદ્ધતિ આપી છે તેનો અભ્યાસ કર્યા બાદ તેમાં નજીવા ફેરફારો કરીને ચંદ્રયાન-3ની ડિઝાઇન બનાવી શક્યો છું.
.