દાહોદ39 મિનિટ પેહલા
- કૉપી લિંક
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં વિવિધ વિસ્તારોમાં મધ્ય ગુજરાત વીજ કંપની વીજ ચોરી પકડવાનાં ઝુંબેશના ભાગરૂપે તપાસ કરતા ગરબાડા તાલુકાના જુદા જુદા વિસ્તારોમાં 58 જગ્યાએથી વીજ ચોરી ઝડપાઈ હતી. કુલ 6,73,000નો દંડ ફટકારવામા આવ્યો હતો. વીજ કંપનીની કાર્યવાહીને પગલે વીજ ચોરી કરનાર તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
12 ટીમોએ વીજ ચોરી ઝડપવા દરોડા પાડયા
પ્રાપ્ત માહિતી અનુસાર વિજિલન્સ ની 12 ટીમોએ ગરબાડા તાલુકાના જુદાજુદા વિસ્તારો પાંચવાડા, ખારવા, દેવધા, બોરીયાલા, બોરીયાલી, નીમચ ગુલબાર તેમજ એમ.જી.વી.સી.એલ ની અંદર આવતા ધાનપુરનાં પણ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધર્યુ હતું. ડેપ્યુટી એન્જિનિયર એસ.એલ પરમાર ના જણાવ્યાં અનુસાર તાલુકાના વિવિધ વિસ્તારોમાં 239 જગ્યાએ વિજિલન્સની ટીમે ચેકિંગ હાથ ધર્યું હતું.
16 જગ્યાએ મોટરના ડાયરેક્ટર કનેક્શન ઝડપાયા
જેમાં 58 જગ્યા ઉપર વીજ ચોરી પકડાઈ હતી તેમજ વીજ ચોરી કરનારાઓને 6,73,000 નો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, 58 જગ્યા ઉપર ચેકિંગ કરવામાં આવ્યું હતું. ત્યાં 16 જગ્યા ઉપર તો મોટરના ડાયરેક્ટ કનેક્શન મળ્યા હતા. હાલ ગરબાડા તાલુકામાં વિજિલન્સની ટીમે દરોડા પાડતા વીજ ચોરી કરતાં ઇસમોમાં ભય જોવા મળી રહ્યો છે. મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા જુદી જુદી ટીમો બનાવી ગ્રામીણ વિસ્તારોમાં ચેકીંગ હાથ ધરી રહી છે.