Mehsana SOG team nabbed the smuggler from Radhanpur Chowk along with two stolen mobiles | ચોરીના બે મોબાઈલ સાથે મહેસાણા SOGની ટીમે તસ્કરને રાધનપુર ચોકડીથી ઝડપ્યો

Spread the love

મહેસાણા31 મિનિટ પેહલા

  • કૉપી લિંક

મહેસાણા શહેરના રાધનપુર સર્કલ પર અનેકવાર મોબાઈલ ચોરીઓની ઘટના સામે આવતી હોય છે.જેના કારણે આ વિસ્તારમાં આવતા જતા મુસાફરો ને તસ્કરો નિશાન બનાવી મોબાઈલ ચોરી જેવી ઘટનાનોને અંજામ આપતા હોય છે.ત્યારે મહેસાણા બી ડિવિઝન પોલીસ માં નોંધાયેલ બે મોબાઈલ ચોરી ના ગુન્હાના આરોપીને મહેસાણા એસ.ઓ.જો ટીમેં ઝડપી લીધો હતો.

મહેસાણા એસઓજી ટીમના પો.કો અબ્દુલ ગફાર અને પો.કો ધરમસિંહ પેટ્રોલીગ પર હતાં.એ દરમિયાન હ્યુમન સોર્સ અને ટેક્નિકલ એનાલિસિસ આધારે બાતમી મળી હતી કે રાધનપુર ચોકડી પીક અપ સ્ટેન્ડ નજીક રાધનપુર રોડ પર સિંધી શેરખાન ઉર્ફ સેરિયો શંકાસ્પદ બે ફોન લઈ ફરે છે.બાતમી આધારે એસઓજી ટીમે સ્થળ પર જઈ આરોપીને ઝડપી લીધો હતો.

તેમજ આરોપી પાસેથી પોલીસે ચોરીના બે મોબાઈલ કિંમત 28,000 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.આરોપી સામે અગાઉ મહેસાણા તાલુકા પોલીસમા આર્મ એકટ અને ચાણસ્મા પોલીસમા કલમ 379 અંતર્ગત ગુન્હો નોંધાયેલ છે.જોકે હાલમા પોલીસે આરોપીની અટક કરી વધુ તપાસ માટે બી ડિવિઝન પોલીસ ને સોંપવા તજવીજ આદરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *