જુનાગઢ11 મિનિટ પેહલા
- કૉપી લિંક
જુનાગઢ સર્કિટ હાઉસ ખાતે નરેન્દ્ર મોદી વિચાર મંચની મિટિંગ લોકસભા 2024ની ચૂંટણીને અનુલક્ષીને યોજવામાં આવી હતી. ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની ચર્ચા કરી લોકો સુધી વધુમાં વધુ યોજના પહોંચે તેવા હેતુથી નરેન્દ્ર મોદી વિચારમંચ દ્વારા મિટિંગની આયોજન કરવામાં આવ્યું હતું..
આ મિટિંગમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ચેહરભાઈ દેસાઈ સંગઠન મંત્રી દેવેન્દ્રસિંહ જાડેજા તેમજ મંત્રી ચંદ્રેશભાઈ લુહાર હરવિંદર સિંઘ ધિલ્લોન, સલાહકાર સંજયભાઈ તેમજ દેવાંગભાઈ ના અધ્યક્ષ સ્થાનમાં આ મીટીંગ યોજવામાં આવી હતી જેમાં જુનાગઢ ગીર સોમનાથ અને પોરબંદરના પ્રભારી તરીકે જયદીપસિંહ સરવૈયા, જૂનાગઢના જિલ્લા અધ્યક્ષ તરીકે ધર્મેન્દ્રસિંહ વાઘેલા ,જુનાગઢ શહેર અધ્યક્ષ જગત અજમેરા વરણી કરવામાં આવી હતી..
નરેન્દ્ર મોદી વિચાર મંચના પ્રદેશ અધ્યક્ષ ચેહરભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી વિચાર મંચની રાષ્ટ્રીય કશાની મુંબઈ RSS કાર્યાલય ખાતે મીટીંગ થયેલી અને ત્યારબાદ નવેસરથી ગુજરાતના દરેક જિલ્લાઓમાં પ્રવાસ શરૂ કર્યો છે.ખાસ કરીને 2024 ની ચૂંટણીને લઈ નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા અલગ અલગ શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં જઈ ભારતીય જનતા પાર્ટીની વિચારધારાથી અવગત કરવા અને લોકોમાં વધુને વધુ ભાજપ પ્રત્યેની ખેવના જાગે તેવા હેતુથી આ પ્રવાસ શરૂ કરવામાં આવ્યો છે. 2024 ની ચૂંટણીને લઇ વધુથી વધુ સીટોમાં ભારતીય જનતા પાર્ટીની જીતશે તેવુ લક્ષ્ય લઈ નરેન્દ્ર મોદી વિચાર મંચ ચાલી કહ્યું છે ત્યારે આજે જૂનાગઢમાં સંગઠન ના માળખામાં ફેરફાર કરવામાં આવ્યો છે.જેની આજે મિટિંગની સર્કિટ હાઉસમાં આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં દરેક સમાજના લોકોને સ્થાન આપવામાં આવ્યું છે .અને દરેક ગામડા સુધી કેન્દ્ર સરકાર ગુજરાત સરકારની જે યોજના છે. પહોંચી રહ્યો છે ત્યારે વધુમાં વધુ હજુ પણ આ યોજનાઓને લાભ લોકો સુધી પહોંચે હા તે રીતે નરેન્દ્ર મોદી વિચાર મંચ દરેક સભ્યો કામ કરી રહ્યા છે ત્યારે આજે સંગઠન મજબૂત કરી અને નવા હોદ્દેદારોની વર્ણી કરી નરેન્દ્ર મોદી વિચાર મંચની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.