- Gujarati News
- Local
- Gujarat
- Ahmedabad
- MD Drugs Worth 2 Crore Seized From Geetamandir Bus Station In Ahmedabad Revealed To Have Been Sent By Saddam, The Drug Mafia Of Baharaihi, UP
અમદાવાદ33 મિનિટ પેહલા
- કૉપી લિંક
અમદાવાદમાં ગીતા મંદિરથી 2 કરોડના MD ડ્રગ્સના જથ્થા સાથે UPના ડ્રગ્સ પેડલરની ધરપકડ કરી છે. ટ્રાવેલ્સ બસમાં ડ્રગ્સની હેરાફેરીનું નેટવર્કનો SOGએ પર્દાફાશ કર્યો છે. પોલીસે UPના ડ્રગ્સ માફિયા અને ગુજરાતના ડ્રગ્સ માફિયાના કનેક્શનની તપાસ શરૂ કરી છે.
પોલીસે યુપીના ડ્રગ્સ પેડલરની ધરપકડ કરી
2 કરોડના MD ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયેલો આરોપી UPનો ડ્રગ્સ પેડલર મહેશકુમાર ઉર્ફે વિજય નિષાદ છે. જે ઉત્તરપ્રદેશથી ડ્રગ્સનો જથ્થો બસમાં લઈને અમદાવાદ આવી રહ્યો હતો. આ ડ્રગ્સ પેડલર ગુજરાતના ડ્રગ્સ માફિયા પાસે પહોંચે તે પહેલાં બાતમી મળતા SOG ક્રાઇમની ટીમે ગીતા મંદિર પાસેથી MD ડ્રગ્સના જથ્થા સાથે પેડલરને ઝડપી લીધો હતો. તેની પાસેથી 2 કરોડની કિંમતનું બે કિલો MD ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો હતો. SOG ક્રાઇમે UPના ડ્રગ્સ પેડલરની ધરપકડ કરીને ગુજરાત અને ઉત્તરપ્રદેશના ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. UPના બહરાઈહી ખાતેના ડ્રગ્સ માફિયા સદ્દામ ઉર્ફે રહીશએ ડ્રગ્સનો જથ્થો અમદાવાદ મોકલાવ્યો હોવાનો ખુલાસો થયો છે. મહાવીર ટ્રાવેલ્સની બસમાં ડ્રગ્સની હેરાફેરી કરતા ડ્રગ્સ પેડલરને રંગે હાથે ઝડપી લીધો છે.
ડ્રગ્સ પેડલર લખનઉથી MD ડ્રગ્સ લઈ નિકળ્યો હતો
પકડાયેલ ડ્રગ્સ પેડલર મહેશકુમાર નિષાદ લખનઉથી ડ્રગ્સનો મોટો જથ્થો લઈ બસમાં બેઠો હતો. લખનઉથી જયપુર ગયો હતો. ત્યાં ચાર કલાક રોકાયા બાદ જયપુરના ડ્રગ્સ માફિયાને ડ્રગ્સનો જથ્થો સપ્લાય કર્યો હતો. આ ડ્રગ્સ પેડલરે 10 કિલોથી વધુનો જથ્થો જયપુર આપ્યો હોવાની શક્યતા SOGએ વ્યક્ત કરી છે. ડ્રગ્સ આપ્યા બાદ જયપુરથી મહાવીર ટ્રાવેલ્સમાં અમદાવાદ ગીતા મંદિર પહોંચ્યો હતો.
પેડલરને એક ટ્રીપના 50 હજાર રૂપિયા મળતા
આ પેડલરને દર ટ્રીપમાં નવો મોબાઇલ અને ડમી સીમકાર્ડ આપવામાં આવતું હોવાનું ખુલ્યું છે. જે જગ્યા પર પહોંચ્યા બાદ ડ્રગ્સ માફિયા સદ્દામ દ્વારા પેડલરને ફોન કરી ડ્રગ્સની સપ્લાય કરાવતો હતો. ડ્રગ્સ પેડલરને એક ટ્રીપના 50 હજાર રૂપિયા મળતા હતા. પકડાયેલ ડ્રગ્સ પેડલરની તપાસમાં તે 8 વખતથી વધુ વાર ગુજરાતમાં જથ્થો સપ્લાય કર્યો છે. અને આ જથ્થોઅમદાવાદ અને રાજકોટના ડ્રગ્સ માફિયાને આપ્યો હોવાનો ખુલાસો થયો છે.
આરોપીના રિમાન્ડ મેળવી UP તપાસ શરૂ કરી
મુંબઈ અને જમ્મુ-કાશ્મીર બાદ પ્રથમ વખત ઉત્તરપ્રદેશનું કનેક્શન સામે આવ્યું છે. બે મહિનાથી ઉત્તરપ્રદેશથી ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરી થતી હોવાનું સામે આવ્યુ છે. જેમાં UPના ડ્રગ્સ માફિયા સદ્દામનું નામ ખુલ્યું છે. આ ડ્રગ્સ માફિયા વિરુદ્ધ યુપી અને હરિયાણા ડ્રગ્સનો કેસ નોંધાયેલો છે. સદ્દામ 5 વર્ષ પહેલાં મુંબઈ રહેતો અને ડ્રગ્સનો કારોબાર ચલાવતો હતો. તે સમયે પકડાયેલ પેડલર મહેશકુમાર મજૂરી કરતો હતો. આ દરમિયાન બન્ને સંપર્કમાં આવ્યા હતા અને ડ્રગ્સની હેરાફેરી શરૂ કરી હતી. છેલ્લા 2 વર્ષથી પકડાયેલ પેડલર મહેશ ડ્રગ્સની ડિલિવરી કામ કરે છે. SOG ક્રાઇમે ડ્રગ્સના નેટવર્કને લઈને આરોપીના રિમાન્ડ મેળવી UP તપાસ શરૂ કરી છે.
.