ભાવનગર12 મિનિટ પેહલા
- કૉપી લિંક
દેશભરમાં હાલ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે હવે આગામી 15 ઓગસ્ટને ધ્યાને લઇને સરકારે મારી માટી મારો દેશ નામે કાર્યક્રમ આપ્યો છે અને તે સંદર્ભે કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. દેશના નાનામાં નાના એવા ગામ કે શહેર માંથી માટી અથવા તો ચપટી ચોખા લઈને 15 ઓગસ્ટના દિવસે મારી માટી મારો દેશ અંતર્ગત આ વસ્તુઓ એકઠી કરીને દિલ્હી મોકલવામાં આવશે.
આજે ભાવનાગર ખાતે કેન્દ્રના આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયા આજે પોતાના વતન હણોલ જવા રવાના થયા હતા, તે પહેલાં શહેર ભાજપ કાર્યાલય ખાતે કાર્યકરો સાથે બેઠક કરી હતી, અહીં મનસુખ માંડવીયા એ પત્રકારો સાથે પણ વાત કરી હતી તેમને આરોગ્યની સાથે સ્વચ્છતાના ક્ષેત્રે પણ સારું એવું કામ થઇ રહ્યું છે તેમ જણાવ્યું હતું. ભાવનગરમાં સરકાર દ્વારા બનાવાયેલી સુપર મલ્ટીસ્પેસ્યાલીટી હોસ્પિટલ બે વર્ષથી તૈયાર હોવા છતાં ડોકટરોના અભાવે હોસ્પિટલ શરું થતી નથી તેવા પ્રશ્નના જવાબ માં જણાવ્યું હતું કે હાલ દેશમાં આ મોટી સંખ્યામાં મેડિકલ કોલેજોમાં તબીબીઓ અભ્યાસ કર રહ્યા છે અને જે ક્રમશ બહાર આવતા તબીબોની અછતની સમસ્યા હલ થઇ જશે ને ભાવનગરની આ હોસ્પિટલ વહેલી તકે શરું કરવા સરકાર પ્રયત્નશીલ છે.