Manpa’s pressure relief branch took down 66 board-banners and collected an administrative charge of 58 thousand, the ‘Rajkot Darshan’ bus is likely to start soon. | મનપાની દબાણ હટાવ શાખાએ 66 બોર્ડ-બેનર ઉતરાવી 58 હજારનો વહીવટી ચાર્જ વસુલ્યો, ટૂંક સમયમાં ‘રાજકોટ દર્શન’ બસ શરૂ થાય તેવી શક્યતા

Spread the love
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Manpa’s Pressure Relief Branch Took Down 66 Board banners And Collected An Administrative Charge Of 58 Thousand, The ‘Rajkot Darshan’ Bus Is Likely To Start Soon.

રાજકોટ38 મિનિટ પેહલા

  • કૉપી લિંક

રાજકોટ મનપાની દબાણ હટાવ શાખાએ 25થી 28 ઓગસ્ટ દરમિયાન શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેકડી-કેબીન, અન્ય ચીજ વસ્તુઓ, શાકભાજી-ફળો જમી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કર્યા હતા. જેમાં ટાગોર રોડ, રિંગ રોડ, ગુંદાવાડી, સંતકબીર રોડ પરથી 66 બોર્ડ-બેનરો જપ્ત કરવામાં આવ્યા હતા. તો લાખાજીરાજ રોડ, હોસ્પિટલ ચોક, જ્યુબેલી અને નિર્મલા રોડ સહિતનાં વિસ્તારમાંથી 24 રેંકડી-કેબીનો જપ્ત કરવામાં આવી હતી. સાથે રૂ. 58 હજારનો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.

રાજકોટમાં ટૂંક સમયમાં ‘રાજકોટ દર્શન’ બસ શરૂ થાય તેવી શક્યતા
રાજકોટનાં વર્તમાન મેયર ડૉ.પ્રદિપ ડવનો કાર્યકાળ પૂરો થવામાં ગણતરીનાં દિવસો બાકી રહ્યા છે. ત્યારે તેમનો ડ્રિમ પ્રોજેકટ ‘રાજકોટ દર્શન’ માટેની બસ શરૂ થવાની શક્યતા છે. સૂત્રોના જણાવ્યા મુજબ ગણતરીનાં દિવસોમાં જ ‘મુંબઇ દર્શન’, ‘દિલ્હી દર્શન’ તર્જ પર ‘રાજકોટ દર્શન’ માટે જાહેર પરિવહન દ્વારા બસસેવા શરૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. આ ખાસ બસથી લોકો રાજકોટની ઐતિહાસિક ધરોહરને એક બસ દ્વારા વ્યાજબી ભાડે માણી શકશે. હાલ તુરંત માત્ર 1 બસથી શરૂઆત થશે અને લોકોનો ઉત્સાહ-ધસારો પ્રતિસાદ જાણીને તેમાં વધુ બસોનો ઉમેરો કરવામાં આવશે.

કાલાવડ રોડ સ્થિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સપ્ટેમ્બરમાં બંધ રહેશે
રાજકોટનાં કાલાવડ રોડ સ્થિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સપ્ટેમ્બરમાં બંધ રહેશે. જિલ્લા રમત વિકાસ અધિકારી દ્વારા સંચાલિત કાલાવડ રોડ લોટસ સામે આવેલું મલ્ટી પર્પસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું સમારકામ કરાવવાનું હોવાથી આગામી તા.1 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સમારકામ પૂર્ણ થયા બાદ આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નવા રંગરૂપની સાથે ખુલ્લું મુકવામાં આવશે. જિલ્લાનાં રમત વિકાસ અધિકારી રમા મદ્રાએ આ અંગેની જાણકારી આપી હતી.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *