વડોદરા27 મિનિટ પેહલા
- કૉપી લિંક
- જેતલપુર ખાતેની વૃંદાવન સોસાયટીનો બંગલો સીઝ કરી દેવાયો
- રેરાની રેવન્યુ રિકવરી સર્ટિફિકેટ હેઠળ મનીષ પટેલને નોટિસો
જેતલપુર સ્થિત આવેલી વૃંદાવન સોસાયટીમાં 861 ચો.મી. જમીનમાં આવેલા બંગલા નંબર 2ની મિલકતમાં રેરાના કુલ 7 રેવન્યુ રીકવરી સર્ટીફિકેટ હેઠળ વસુલાતની ઓગષ્ટમાં વ્યાજ સહિતની રૂા.4.91 કરોડની વસુલાત કરવાની હોવાથી તંત્ર દ્વારા 1 સપ્ટેમ્બરના રોજ બંગલાને સીલ કરવામાં આવ્યો હતો. રેરા દ્વારા મનીષ મહેન્દ્રભાઈ પટેલને ઉપરોક્ત રકમની ચુકવણી કરવા માટે વારંવાર નોટીસો પાઠવી હતી. પરંતુ રકમ ન ચુકવવામાં આવતા આખરે મીલકત સીલ કરી દેવામાં આવી હતી.
ખોડિયારનગર ચાર રસ્તા સ્થિત ક્રિસ્ટલ પ્રમુખ, ગોત્રીમાં યજ્ઞપુરૂષ કોમર્શીયલ એન્ડ રેસીડન્સ અને દેવદર્શન બંગલોઝ સાઈટમાં 7 ગ્રાહકોને મકાનનો કબજો ન મળતા તેઓ રેરામાં ગયા હતા. જેમાં રેરા દ્વારા બિલ્ડરને 24 ટકા વ્યાજ પ્રમાણે રૂા.4,91 કરોડ ભરવાની 21 નોટીસો બજાવી હતી. તે રૂપીયા ન ભરતા મિલકત સીઝ કરવામાં આવી હોવાનું કલેક્ટરના અધિકારીઓએ જણાવ્યું હતું.
.