સુરત44 મિનિટ પેહલા
- કૉપી લિંક
- વેપારીની જાણ બહાર ફ્લેટનો દસ્તાવેજ મામાના દીકરાની પત્નીના નામે કરી દીધો
ઉધના-મગદલ્લા રોડના ફર્નિચરના વેપારીએ મામાના દીકરાને દોઢ લાખના પગાર પર શો રૂમમાં નોકરી પર રાખ્યો તેજ મામાના દીકરાએ તેની સગી બહેન સાથે મળી વેપારીનો 72.28 લાખની કિંમતનો પચાવી પાડ્યો છે.
અલથાણ ગ્રીન વિક્ટરીમાં રહેતા અને ઉધના-મગદલ્લા રોડ પર હેમંત ગ્રોવર ટોપાઝ ફર્નિચરના નામે ધંધો કરે છે. ડુમસ રોડ પર અવધ કેરોલીનામાં દલાલ મારફતે બીજા માળે રહેતા ફ્લેટના માલિક યોગેશ દલવી પાસેથી 60.50 લાખમાં ફ્લેટનો નવેમ્બર-2020માં સોદો નક્કી કર્યો હતો. વેપારીએ ફ્લેટના 29 લાખ ચૂકવ્યા હતા. બાકીની 31.50 લાખ બેંકમાંથી લોન લઈ આપવાના હતા. જો કે, બેંકમાંથી લોન મળી ન શકતા મામાના દીકરા રાહુલ યુગએ મહિલાના નામે લેવાની વાત કરી સબસીડીમાં રાહત મળશે તેમ કહ્યું હતું.
વેપારીએ મામાના દીકરા પર વિશ્વાસ કરી મામાની દીકરી કામના અરોરાના નામે ફ્લેટનો દસ્તાવેજ કરાવી તેના નામે 35 લાખની લોન બેંકમાંથી કરાવી હતી. લોનનો 27,500નો હપ્તો વેપારી ભરતો હતો. વેપારીએ અત્યાર સુધીમાં લોનની 5.77 લાખની રકમ ભરી હતી. વેપારીએ ફ્લેટમાં રહેવા માટે આવવું હતું. વેપારીએ ફ્લેટમાં 34.99 લાખનું ફર્નિચર કરાવ્યું હતું. રાહુલે ફ્લેટમાં થોડો વખત રહેવા માંગી બાદ વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વેપારીનો માલિકીનો ફ્લેટ હોવા છતાં લોન માટે મામાની દીકરા કામનાના નામે ફ્લેટનો દસ્તાવેજ કરાવ્યો હતો. હવે તે મામાની દીકરી કામનાએ ફ્લેટ તેના સગાભાઈ રાહુલની પત્ની નામે દસ્તાવેજ કરી આપી ફ્લેટ પચાવી પાડ્યો છે.
ભાઇ-બહેન કામના અને રાહુલ સામે ગુનો દાખલ
ફર્નિચરના વેપારી હેમંત ગ્રોવરે ખટોદરા પોલીસમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે મામાની દીકરી કામના કાર્તિક અરોરા(35)(રહે,રીવોલી હાઇટ્સ,વીઆઈપી રોડ,વેસુ) અને કામનાનો ભાઈ રાહુલ અશોક યુગ(27)(રહે, અવધ કેરોલીના એપાર્ટ, ડુમસ રોડ) સામે ચીટીંગનો ગુનો નોંધ્યો છે.
.