પાટણ19 મિનિટ પેહલા
- કૉપી લિંક
પાટણ શહેરમાં સામાન્ય પરિવારની મહિલાઓને આર્થિક રીતે પગભર થઈ આત્મનિર્ભર બને તેવા ઉદ્દેશથી દિવ્યાસ એકેડમી દ્વારા મેકઅપ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 27 ઓગસ્ટના રોજ યુનિવર્સિટીના કન્વેશન હોલ ખાતે આ મેકઅપ સેમીનાર ની અંદર એકેડમીના દિવ્યા રાજગોર અને કૃપા રાઠોડ દ્વારા સમગ્ર ઉત્તર ગુજરાતની બહેનોને મેકઅપ અને બ્યુટી પાર્લર અંગે માર્ગદર્શન અને આ ક્ષેત્રની અંદર ઉજ્જવલ ભવિષ્ય બની શકે તે માટે દિશા સૂચન સાથે મેકઅપ અંગેની તાલીમ પણ આપવામાં આવશે. તેમજ સામાન્ય ફી ધોરણમાં બ્યુટી પાર્લર ની તાલીમ મેળવવા ઉત્સુક મહિલાઓને તેમની એકેડમી દ્વારા તાલીમ પણ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.
સેમિનારમાં સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી બ્યુટી પાર્લર અંગે રસ ધરાવનાર મહિલાઓ ઉપસ્થિત રહે તે માટે તેમને અપીલ કરવામાં આવી છે તો સેમિનારમાં આવવા માટે તેમને અગાઉથી એડવાન્સ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે તેવું કૃપા રાઠોડ અને દિવ્યાની રાજગોર દ્વારા જણાવ્યું હતું.