Madhapar Lohana Mahajan felicitated 400 students in Saraswati Samman | માધાપર લોહાણા મહાજને સરસ્વતી સન્માનમાં 400 છાત્રોને નવાજ્યા

Spread the love

ભુજ13 મિનિટ પેહલા

  • કૉપી લિંક

માધાપર લોહાણા મહાજન આયોજિત 32મો સરસ્વતી સન્માનનો કાર્યક્રમ શાંતિનિકેતન વ્યસ્ક વિશ્રામગૃહ ખાતે યોજાયો હતો. જેમાં બાલમંદિરથી કોલેજ સુધીના 400 જેટલા છાત્રોને સન્માનિત કરાયા હતા. દીપ પ્રાગટ્યમાં માધાપર લોહાણા મહાજન પ્રમુખ ભરત ભીંડે, મેનેજિંગ ટ્રસ્ટી દિનેશ ઠક્કર, વ્યસ્ક વિશ્રામગૃહના પ્રમુખ નરેન્દ્રભાઈ, ભુજ પ્રમુખ ડો.મુકેશ ચંદે, હિતેશ ઠક્કર, ધીરજ ઠક્કર, ઘનશ્યામ ચોથાણી, યુવક મંડળ પ્રમુખ યજ્ઞેશ ઠક્કર, મહિલા મંડળ પ્રમુખ લીનાબેન ઠક્કર, નીતિન ઠક્કર, સુકેતુ રૂપારેલ, મુખ્ય દાતા નટવરલાલ રાયકુંડલ, રોહિત રાયકુંડલ, મેહુલ રાયકુંડલ તથા સહયોગી દાતા હેમલતાબેન ઠક્કર વગેરે જોડાયા હતા. પ્રારંભે, રીચા, કુરીયા, વૃંદા, ક્રીશી, ધીમહિ, હીર, માર્ગી, ગ્રીવાએ ગણેશ વંદના રજૂ કરી હતી.

સ્વાગત ગીત દર્શની તથા હીર દ્વારા રજૂ કરાયું. આ તમામનું રોકડ પુરસ્કારથી સન્માન કરાયું. મહેમાનો અને વિવિધ સંસ્થાના પ્રમુખોનું સ્વાગત કરાયું હતું. મહાજનના મંત્રી મનોજ ઠક્કરે સ્વાગત પ્રવચન કર્યું હતું. દરેક ધોરણના પ્રથમ ત્રણને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ વડે તેમજ વિશેષ સિદ્ધિ મેળવેલ છાત્રોનું વિશિષ્ટ સન્માન મોમેન્ટોથી કરાયું હતું. ઠક્કર પ્રિયાંશી રાજ્ય કક્ષાએ કરાટેમાં પ્રથમ, રૂપાવેલ માહત્રુ રાજ્ય કક્ષાએ કરાટેમાં તૃત્ય, સાનિધ્ય ઠક્કર જિલ્લા કક્ષાએ દ્વિતીય, ઠક્કર ખુશી વિમાન ચાલક તરીકે તેમજ ઠક્કર પ્રિન્સી ડાન્સમાં પ્રથમ ક્રમાંક તથા સામાજિક ક્ષેત્રે નરેન્દ્ર મિરાણી પ્રમુખ રોટરી ક્લબ ભુજ, વિજય ઠક્કર પ્રમુખ સી.એ. સંસ્થા, તુષારિબેન ઠક્કર સદસ્ય તા.પં. તથા અમૃતભાઈ બાવળ તથા પિંકલબેન રાજદેવ અને ભક્તિબેન ગોકાણીનું સન્માન કરાયું હતું.

તનવ દૈયા અને વિશ્વમ ઠક્કર દ્વારા કેસીયો તેમજ મેઘા પોપટ દ્વારા ચારણ કન્યાનો પાત્ર ભજવી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા. સંચાલન પિંકલબેન રાજદે તથા ભક્તિબેન ગોકાણી અને આભારવિધિ રોહિત જોબનપુત્રાએ કરી હતી. સતીષ મિરાણી, સુરેશ મિરાણી, મહિલા મંડળના વર્ષાબેન જોબનપુત્રા, કાજલબેન ઠક્કર, બીનાબેન દૈયા, ભારતીબેન ઠક્કર, તારાબેન પોપટ, જ્યોતિબેન દૈયા, વાંસતીબેન ઠક્કર, ભાવિકાબેન ઠક્કર વગેરેએ જહેમત ઊઠાવી હતી.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *