20 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભારતમાં 15મી ઑગસ્ટે સ્વાતંત્રતા દિવસ ઉજવાયો હતો. આખા ભારતમાં દેશપ્રેમની ભાવના જોવા મળી હતી. ત્યારે આખા વિશ્વમાં પણ ભારતીય સ્વતંત્રતા દિવસની ઉજવણી થઈ હતી. વિદેશમાં વસતા ભારતીય સમુદાયે આ દિવસને ભારે ઉત્સાહ સાથે ઉજવ્યો હતો. ત્યારે ઓસ્ટ્રેલિયામાં ‘લિટલ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા’ સંસ્થાએ પણ સ્વાતંત્રતા દિવસની ઉજવણી કરી હતી.
ઓસ્ટ્રેલિયાના સિડનીના સબર્બ હેરિસ પાર્કમાં ધ્વજવંદન થયું હતું. તેના પછી સંસ્થાના પ્રમુખ ગુરમીત તુલી ચેરપર્સન પરાગ શાહ અને કલ્ચરલ ડાયરેક્ટર વૈભવી જોશીએ ધ્વજવંદન કાર્યક્રમની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કર્યું હતું. જેમાં સિનિયર સિટિઝને દેશભક્તિના ગીતો ગાયા હતા. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

આ ઉજવણીમાં મોટી સંખ્યામાં ભારતીય સમુદાય જોડાયો હતો.
તિરંગા સાથે રેલી કાઢી હતી
લિટલ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયાએ સિનિયર સિટિઝનની સાથે હેરિસ પાર્કથી રોસેલાં પાર્ક સુધી તિરંગા રેલી કાઢી હતી. આ રેલીમાં પણ ઘણી જનમેદની જોવા મળી હતી. જેમાં ભારત માતા કી જય અને વંદે માતરમ્ના નાદ સાથે ગૂંજી ઉઠ્યું હતું.
નાના બાળકોએ રાષ્ટ્રગીત ગાયું
ભારતનું રાષ્ટ્રગીત જન ગણ મન..! માત્ર 6 અને 8 વર્ષના નાના બાળકો પ્રહર શુક્લા અને શાનવી ગોવિંદા રાજુએ ગાયું હતું, તો ભારતીય મૂળના માવલ વાણીએ ગિટાર વગાડીને રાષ્ટ્રગાનની ધૂન વગાડી હતી.