પંચમહાલ (ગોધરા)41 મિનિટ પેહલા
- કૉપી લિંક
આજરોજ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશની રક્ષા કાજે પોતાની પ્રાણોની આહુતિ આપનારા વીર શહીદોને વંદન અને ધ્વજવંનના કાર્યક્રમ ગોધરા તાલુકાના ઓરવડા ગામે યોજવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા પંચાયત દંડકની ઉપસ્થિતિમાં ગોધરા તાલુકા ઓરવડા મુકામે વીર શહીદ સુનીલ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. ત્યાર બાદ કાર્યકમની શરૂઆત કરવામાં આવી હતી અને અમૃત સરોવર ઓરવાડા મુકામે 75 દીવાઓ પ્રગટાવી, 75 વૃક્ષારોપણ કરી માટીને હાથમાં લઈ પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.
માટીને કળશમાં સંગ્રહિત કરી માટીનાં કળશને વીર શહીદોને સમર્પિત કરવામાં આવશે. ગામના માજી સૈનિકોનું શાલ ઓઢાડી સન્માન ગામના વડીલો અને મહાનુભવોએ કર્યું હતું. ભારત માતાના જય ઘોષ સાથે રાષ્ટ્રીય ગીત અને ધ્વજવંદન કરવામાં આવ્યો હતો. આ કાર્યકમમાં તાલુકા પંચાયત સભ્ય નયનાબેન , સરપંચ પિંકેશભાઈ, ડેપ્યુટી સરપંચ ગ્રામ પંચાયતનાં સભ્યો, તલાટી કમ મંત્રી, આંગણવાડી કાર્યકરો અને મોટી સંખ્યમાં ગ્રામજનો અને શાળા પરિવારના બાળકો જોડાયા હતા.
શહેરામાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી
પંચમહાલ જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામા આવી હતી. શહેરા ખાતે આદિવાસી સમાજ દ્વારા ભવ્ય રેલી કાઢી હતી. પંરપરાગત વસ્ત્રો અને પરિધાન અને હાથમાં તીરકામઠી ભાલા સાથે મોટી સંખ્યામાં શહેરા તાલુકામાંથી આદિવાસી સમાજના ભાઈઓ બહેનો અને આગેવાનો ઉમટી પડ્યા હતા. પરંપરાગત ટીમલી ગફુલી નૃત્યમાં ઝુમતા નજરે પડ્યા હતા.
9મી ઓગસ્ટનો દિવસ વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવામા આવે છે. પંચમહાલ જિલ્લામાં રહેતા આદિવાસી સમાજમાં પણ આ દિવસને લઈને અનેરો થનગનાટ જોવા મળે છે. પંચમહાલના તમામ તાલુકાઓમાં આ દિવસની ઉજવણી કરવામા આવી હતી. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં પણ આદિવાસી સમાજ વર્ષોથી વસવાટ કરે છે.
શહેરા ખાતે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરાનગરના બસ સ્ટેશન ખાતેથી ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી બસ સ્ટેશનથી સિંધી ચોકડી અણિયાદ ચોકડીથી થઈ પરત બસ સ્ટેશનથી ગોધરા તરફ આગળ વધી હતી. આ રેલીમાં મોટી સંખ્યામા શહેરા અને અન્ય તાલુકામાંથી આદિવાસી સમાજ ઉમટી પડ્યો હતો. ખાસ કરીને પંરપરાગત વસ્ત્રોમાં નજરે પડ્યા હતા. ડી.જે પર પણ આદિવાસી ગીતો પર ઝુમતા નજરે પડ્યા હતા. કેટલાક યુવાનો હાથમાં તલવાર, ભાલા, તીરકામઠા સાથે ઝુમતા નજરે પડ્યા હતા. સમગ્ર લોકોએ હર્ષોલ્લાસ સાથે આદિવાસી પર્વની ઉજવણી કરી હતી.
આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત વૃક્ષારોપણ
ગોધરાની શેઠ પીટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ગોધરા દ્વારા મેરી મિટ્ટી મેરા દેશ થીમ અંતર્ગત અંબાલી અમૃત તલાવડી ખાતે વૃક્ષારોપણ પ્રોગ્રામનું આયોજન થયું હતું. આ પ્રોગ્રામમાં મોટી સંખ્યામાં એનએસએસ વોલેન્ટયર્સ, પ્રાથમિક શાળાના બાળકો, ગ્રામજનો ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. આ પ્રસંગે 75થી વધુ વૃક્ષોનું વૃક્ષારોપણ પણ કર્યું હતું. આ પ્રસંગે ગામના એક્સ આર્મીમેન સુરસીંગ બારીયાનું સાલ ઓઢાડી એનએસએસ વિભાગ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ તથા ગ્રામજનોને પ્રોટોકોલ પ્રમાણે પ્રતિજ્ઞા પણ લેવડાવાઈ હતી. ડેપ્યુટી સરપંચ સમીરભાઈ પટેલ, ડીપીઓ મેડમ , ખેતીવાડીના એક્સટેન્શન અધિકારી શિલ્પા મેડમ, તલાટી શારદાબેન, આશા વર્કર બહેનો, ખરીદ વેચાણ સંઘના તાલુકાના અધ્યક્ષ અશ્વિનભાઈ પટેલ, મોટી સંખ્યામાં ગામના વડીલો અને એનએસએસના વિદ્યાર્થીઓએ પ્રોગ્રામ સફળ બનાવ્યો હતો.
પ્રોગ્રામ બાદ કોલેજ કેમ્પસ ખાતે પણ વિદ્યાર્થીઓએ વૃક્ષારોપણ કર્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ ગ્રામજનોને મતદાન જાગૃતિનો સંદેશ પણ આપ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન ડૉ. રૂપેશ એન નાકર NSS પ્રોગ્રામ ઓફિસર તથા ગામના સરપંચ ડાયાભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રોગ્રામ સંબંધીત આયોજન માટેની શુભકામનાઓ આચાર્ય ડૉ. એમ.બી. પટેલે આપી હતી.