વલસાડ4 મિનિટ પેહલા
- કૉપી લિંક
વલસાડ જિલ્લાને અડીને આવેલા વન વિસ્તારમાંથી ખોરાકની શોધમાં વન્ય જીવ દીપડો શહેરમાં માનવ વસ્તી નજીક આવી પહોંચ્યો હોવાથી ઘટનાઓ ઘણી વખત બનતી હોય છે. વલસાડ શહેર નજીક અતુલ કલ્યાણી સ્કૂલ રોડ ઉપર રસ્તા ઉપર એક કાર ચાલકે વાહનના લાઈટના અજવાડે એક રાહદારીએ કદાવર દીપડાને જોઈ થંભી ગયો હતો. દીપડો વિસ્તારમાં હોવાની જાણ સ્થાનિક લોકોને કરી હતી. દીપડાની વિસ્તારમાં હાજરીને લઈને અતુલ ગામ અને આજુબાજુના ગામોમાં રહેતા પશુ પાલકોમાં ચિંતાનો વિષય બન્યો હતો. ઘટનાની જાણ વન વિભાગની ટીમને થતા વન વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. દીપડાને પ્રથમ જોનાર વ્યક્તિઓએ વન વિભાગની ટીમને દીપડો અંગે જરૂરી નિશાનીઓ આપી હતી. અતુલ વિદ્યાલયના CCTV ફૂટેજ મેળવી આગળની તપાસ હાથ ધરી છે.
વલસાડ જિલ્લાને અડીને આવેલા વન વિસ્તારમાંથી ખોરાકની શોધમાં વન્યપ્રાણી દીપડો, માનવ વસ્તી નજીક આવી પહોંચવાની ઘટનાઓ વારંવાર પ્રકાશમાં આવી છે. વલસાડ તાલુકામાં છેલ્લા 5 દિવસથી શહેરની આજુબાજુના વિસ્તારમાં વન્યપ્રાણી દીપડો આવી પહોંચ્યો છે. ખોરાકની શોધમાં દીપડો માનવ વસ્તી નજીક આવી પહોંચ્યો હતો. અતુલ વિદ્યાલય રોડ ઉપરથી પસાર થતા એક કાર ચાલકે દીપડાને રસ્તા ઉપરથી પસાર થતા કારની લાઈટના અજવાડે જોયો હતો. રસ્તા ઉપરથી વાહન આવતું હોવાથી દીપડો રસ્તાની બાજુમાં આવેલી ઝાડીમાં સંતાઈ ગયો હતો.
ઘટનાની જાણ કાર ચાલકે નજીકમાં રહેતા અગ્રણીઓ કરી હતી. સ્થાનિક અગ્રણીઓએ અતુલ વિદ્યાલય રોડ ઉપરના CCTV ફૂટેજ ચેક કરતા દીપડાની ગતિવિધિ CCTVમાં કેદ થઈ હતી. ઘટનાની જાણ અગ્રણીઓએ વન વિભાગની ટીમને કરી હતી. અતુલ અને આજુબાજુના ગામડાઓમાં રહેતા પશુપાલકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. સ્થાનિક લોકોએ ગામના સરપંચ સહિત અગ્રણીઓને અને વન વિભાગને બનાવની જાણ કરી હતી. વલસાડ વન વિભાગની ટીમે કાર ચાલકનું નિવેદન અને CCTV ફૂટેજ મેળવી દીપડાનું રેસ્ક્યુ કરવાની તજવીજ હાથ ધરી છે.