વેરાવળ15 મિનિટ પેહલા
- કૉપી લિંક
- સેલ્ફી પોઈન્ટ પર આગેવાનોએ ફોટો ક્લિક કરાવ્યા
વેરાવળમાં નવનિર્મિત સોમનાથ ફૂડ ઝોનનું સાંસદના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. સાથો સાથ અલગ અલગ 9 જગ્યાઓએ નિર્માણ પામનાર સર્કલના કામોનું પણ ખાતમુહૂર્ત રવિવારે કરાયું હતું.વેરાવળમાં તાજેતરમાં પાલિકા દ્વારા જૂના પાણીના ટાકાની જગ્યામાં ફૂડ ઝોનનું નિર્માણ કરાયું છે. જેમાં 48 સ્ટોલ ઉભા કરી હરરાજી કરીને 9 વર્ષના ભાડાપટ્ટે અપાયા છે. તેમાંથી 36 સ્ટોલની તાજેતરમાં જ પાલિકા દ્વારા 7.50 લાખથી હરરાજી કરાઈ હતી. જેમાં સ્ટોલની મહત્તમ કિંમત રૂ.14 લાખ આસપાસ હતી. જ્યારે બાકી રહેલ 12 સ્ટોલ પૈકી 4 અનામત છે અને અન્યની હરરાજી આગામી તા.1ના રોજ કરાશે.
ત્યારે રવિવારે આ ફૂડ ઝોનનું લોકાર્પણ સાંસદ રાજેશભાઇ ચૂડાસમાના હસ્તે કરાયું હતું. સાથો સાથ નજીકના ભવિષ્યમાં પાલિકા દ્વારા 9 અલગ અલગ સ્થળોએ સર્કલ બનાવવાના કામોનું પણ ખાતમુહૂર્ત કરાયું હતું. જેમાં શહેરના ટાવર ચોક,ચાર ચોક, ભવાની ચોક, 80 ફૂટ ચોક, સોમનાથ શંખ સર્કલ, બાયપાસ, ભિડિયા સર્કલ, ભાલકા મંદિર, રેયોન ફેકટરી રોડ મળીને કુલ 9 જગ્યાઓએ અલગ અલગ પ્રતિમાઓ મુકવામાં આવશે. આ તકે સાંસદ રાજેશભાઈ ચૂડાસમા, પ્રદેશ મંત્રી ઝવેરીભાઇ ઠકરાર, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંહભાઈ પરમાર, શહેર પ્રમુખ દેવાભાઇ ધારેચા, મહામંત્રી ડો.સંજય પરમાર, પાલિકા પ્રમુખ પિયુષભાઈ ફોફંડી, ચીફ ઓફિસર ચેતનભાઈ ડુડિયા, પાલિકાનાં પૂર્વ પ્રમુખ અને એમપીડાના વાઇસ ચેરમેન જગદિશભાઈ ફોફંડી, ઉપપ્રમુખ કપિલભાઈ મહેતા, બાંધકામ શાખાના ચેરમેન બાદલભાઈ હુંબલ, પાલિકાનાં નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા.
9 અલગ અલગ ચોક પર સર્કલના કામોનું પણ ખાતમુહૂર્ત, ચોપાટી ખાતે ઓપન એર થિયેટર બનશે
ફૂડ ઝોનમાં લોકોને આકર્ષવા માટે ખાસ સેલ્ફી પોઇન્ટ પણ ઉભુ કરાયું છે. ત્યારે સાંસદ, પ્રદેશ મંત્રી, પાલિકા પ્રમુખ સહિતના તમામ આગેવાનોએ સેલ્ફી પોઇન્ટ પર ફોટો ક્લિક કરવી અને ફૂડ ઝોનના બાકડાઓ પર નાસ્તાની મોજ માણી હતી. } તસવીર – તુલસી કારીયા
.