સાબરકાંઠા (હિંમતનગર)5 કલાક પેહલા
- કૉપી લિંક
સાબરકાંઠા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ગાંભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન બાતમીના આધારે પોલીસે કેશરપુરા નજીક વિદેશી દારૂનો જથ્થો લઈ જતી કાર સાથે બે શખ્સોને ઝડપી લીધા છે. જ્યારે પાયલોટીંગ કરતી કાર સાથે ત્રણ શખ્સો ફરાર થઇ ગયા હતા. ગાંભોઈ પોલીસે રૂપિયા 6 લાખથી વધુના મુદ્દામાલ સાથે બે શખ્સોની ધરપકડ કરી હતી અને ફરાર ચાર શખ્સો સહીત છ સામે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે LCBના PI એ.જી.રાઠોડ, PSI એસ.જે.ચાવડા અને સ્ટાફના વિક્રમસિંહ, ચાંપાભાઈ, વીરભદ્રસિંહ, સનતકુમાર, કમલેશસિંહ, ગોપાલભાઈ, વિજયકુમાર, અનિરુદ્ધસિંહ, પ્રકાશભાઈ, ધવલકુમાર, રમતુજી અને ઇન્દ્રસિંહ શનિવારે રાત્રીના સમયે ગાંભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે પાયલોટીંગ કરતી નંબર વરગરની ઈનોવા ક્રિસ્ટલ અને વિદેશી દારુ ભરેલી કાર શામળાજીથી ગાંભોઈ થઈને અમદાવાદ તરફ જવાની છે. જેને લઈને LCBએ સ્ટાફ સાથે કેશરપુરા પાસે નાકાબંધી કરી હતી.
તે દરમિયાન બાતમીવાળી ઈનોવા આવતા પોલીસ જોઇને યુટન મારીને ચાલક સહીત ત્રણ જણા પાયલોટીંગ કાર સાથે ભાગી ગયા હતા. તો વિદેશી દારુ ભરેલી કારનો પીછો કરી ક્રેટા ગાડી નંબર GJ-01-KY-8013 સાથે (1) દીપેશ સન ઓફ મહેશ ભાઈલાલભાઈ રાઠોડ ઉંમર-30 મૂળ રહે. અમદાવાદ નોબલ નગર કબીરનગર ચાલી તાલુકો જિલ્લો અમદાવાદ હાલ રહે-ખેરવાડા રાણી ઘાટી, તાલુકો-ખેરવાડા જિલ્લો- ઉદેપુર રાજસ્થાન, (2)બલવીર સન ઓફ રમેશચંદ્ર હાજારામ ડામોર મીણા ઉંમર વર્ષ 26 રહે. બડલા તાલુકો ખેરવાડા જિલ્લો ઉદયપુર રાજસ્થાનને ઝડપી લીધા હતા. તો કારમાંથી 1152 વિદેશી દારુ અને બિયરની બોટલોનો રૂ. 1,22,640 નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કારની કીંમત રૂ. પાંચ લાખ મળીને કુલ રૂ. 6,32,640ના મુદ્દામાલ સાથે ઝડપાયેલા બે અને ફરાર ચાર મળી છ સામે ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
ક્રેટા ગાડી નંબર GJ-01-KY-8013 ભરેલ ઇંગ્લિશ દારૂ અને બિયર (નડિયાદ પાસે રોડ પર રિસીવ કરવા આવનાર ઈસમ જેનું નામઠામ જણાઈ આવેલ નથી)