પંચમહાલ (ગોધરા)32 મિનિટ પેહલા
- કૉપી લિંક
શહેરા ટાઉનમાં આવેલા તળાવની પાળ પાસે ઝાડી ઝાંખરામાં છ જેટલા અબોલા મૂંગા પશુઓને પાંચ જેટલા ઇસમો એકબીજાની મદદગારીથી કોઈક જગ્યાએથી લઈ આવી કતલ કરવાના ઇરાદે ગળે ટૂંકો દોરડો બાંધી અને પાણી તથા ઘાસચારાની સગવડ વગર ગોધી રાખ્યા છે તેવી બાતમી ગોધરા એલસીબી શાખા ને મળી હતી. જે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા છ જેટલા અબોલા પશુઓને કતલ થાય તે પહેલા ઉગારી લેવામાં આવ્યા હતા. જ્યારે પાંચ જેટલા ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ગોધરા એલસીબી શાખાના પોલીસ કોન્સ્ટેબલ વિજયસિંહ છત્રસિંહએ જણાવ્યું હતું કે, શહેરા ટાઉનના તળાવની પાળ પાસે ઝાડી ઝાંખરામાં 1.જાવેદ યુસુફ ચૌગા ઉર્ફે બુટ્ટ રહે.મસ્તાની ચાલી પોલીસ સ્ટેશનની ગલીમાં શહેરા 2. સમીર સમંદર બેલીમ રહે.મસ્તાની ચાલી પોલીસ સ્ટેશનની ગલીમાં શહેરા 3. બસીર અકીમ રહે. લીમડી ચોક શહેરા 4.મહેબુબ બસીર ઉર્ફે ભોલા રહે. લીંમડી ચોક શહેરા 5. મુંન્તસીર હનીફ શેખ ઉર્ફે સીતુ રહે. ઢાંકલીયા રોડ કબ્રસ્તાન શહેરાવાળા એકબીજા ભેગા મળીને ગાય 3 અને વાછરડી 1 બળદ 2 કુલ 6 પશુઓની કિંમત 55,000ની કતલ કરવાના ઇરાદે કોઈ એક જગ્યાએથી લાવી શહેરા તળાવની પાળ પાસે ઝાડી ઝાંખરામાં સંતાડી રાખ્યા છે. તેવી બાતમીના આધારે એલસીબી શાખાએ રેડ કરી 6 જેટલા અબોલા પશુઓને બચાવી લીધા હતા. જ્યારે પાંચ જેટલા ઇસમો વિરુદ્ધ ગુનો નોધી તમને પકડવા માટે તજવીજ હાથ ધરી હતી.

