વલસાડ21 મિનિટ પેહલા
- કૉપી લિંક
વલસાડ જિલ્લાના ખેડૂતો માટે ખેડે તેની જમીન એવા સૂત્રો સાથે 14 વર્ષ ચાલેલા આંદોલનના ભાગરૂપે 1953માં પ્રજામાં ક્રાંતિની શરૂઆત થઇ હતી.જેની યાદગીરી રૂપે વર્ષોથી 1 સપ્ટેમ્બરને કોંગ્રેસ કિસાન મુક્તિ દિન તરીકે ઉજવે છે. આજે પારડીના ડુમલાવ ખાતે કોંગ્રેસ દ્વારા કિશાન મુક્તિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ, ઉપ પ્રમુખ સહિતના કેટલાક હોદ્દેદારોની ગેરહાજરી જોવા મળી હતી. વાંસદના ધારાસભ્ય અનંત પટેલ અબે ઉપસ્થિત અગ્રણીઓએ ખેડૂતોને આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ તરફી મતદાન કરવા આહ્વાન કરવામાં આવ્યું હતું.
આવનારી 2024 ની ચૂંટણીને ધ્યાને જોતા કોંગ્રેસ દ્વારા કિસાન રેલી યોજી શક્તિ પ્રદર્શનનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે આ વર્ષે 1 સપ્ટેમ્બરે વલસાડ જિલ્લા કોંગ્રેસ ખેડ સત્યાગ્રહ સમિતિ તથા કોંગ્રેસ પરિવાર ઐતિહાસિક સત્યાગ્રહ કિસાન રેલી (સભા)નું આયોજન કરવામાં આવ્યું હતું. પારડી વિસ્તાર ઘાસિયા મેદાના નામથી ઓળખાતો હતો અને ખેત મજૂરો અહીં મજૂરી કરતા હતા. પારડી તાલુકાના ડુમલાવ ખાતે ખેડ સત્યાગ્રહની જન સભાની શરૂઆતમાં કોંગ્રેસી અગ્રણી ઉત્તમભાઈ પટેલ, અને ઇન્દિરા ગાંધી સહિત અગ્રણીઓના બલિદાનને યાદ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી ત્યાબદ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.
પારડી તાલુકામાં આવેલ ધાસિયા મેદાનનું ઘાસ મુંબઈ સપ્લાય કરતા હતા. અહીંના આદિવાસી લોકો વર્ષો પહેલા ખેત મજૂરી કરતા હતા. ખેત મજૂરો પાસે જમીન જ ન હતી. સ્વ. ઈશ્વરભાઈ દેસાઈ અને ઉત્તમભાઈ પટેલે જોયું ત્યારે એમને જમીન આપવા માટે અને એમને ખેડૂત બનાવવા માટે ખેડ સત્યાગ્રહની શરૂઆત કરી હતી.ખેડ સત્યાગ્રહ આંદોલન બાદ 14 હજારથી વધુ ખેડૂતોને જમીન આપવામાં આવી હતી. મજૂરી કરતા હતા એ 14 વર્ષ સુધીની જેમ જ ઉઠાવી ત્યારે ખેડ સત્યાગ્રહ સફળ થયો ત્યારે 14,000 જેટલી હેક્ટર જમીન 14,000 પરિવારોને મળી અને આજે એવો ખેડૂત થયા ત્યારે 48 હજાર જેટલા પરિવારો ખેતી કરીને જીવન જીવી રહ્યા છે. તેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ મેમ્બર વસંતભાઈ પટેલે જણાવ્યું હતું.
આ પહેલી સપ્ટેમ્બર ખેડ સત્યાગ્રહની યાદમાં અને ઉત્તમભાઈ હરજી અને સ્વ. ઈશ્વરભાઈ દેસાઈની યાદમાં ઉજવવામાં આવે છે અને લોકોમાં જાગૃતિ આવે કે જે રીતે આગેવાનોને નેતાઓએ અને સ્વ. ઇન્દિરા ગાંધીએ સનથ આપી જમીનનો હક્ક ખેડૂતોને આપી જન આંદોલનને સફળ બનાવ્યું હતું. આદિવસી ખેડૂતો જે જમીન ઉપર હાલ આદિવાસી જંગલમાં ખેતી કરી છે. આજે ઉત્તમભાઈ સહિત અગ્રણી નેતાઓને યાદ કરવાનો દિવસ રહ્યો છે. હજી પણ પારડી તાલુકાના લોકો અને ખેડૂતો ઉપર થતા અત્યાચાર માટે લોકો લડી રહ્યા છે. આદિવાસી સમાજને થતા અન્યાય સામે આજે પણ ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. તેમ વાંસદના ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું. કાર્યક્રમમાં પ્રદેશ કોંગ્રેસના નેતાઓ,માજી કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી ,વાંસદા ધારાસભ્ય સહિતના સામાજિક શૈક્ષણિક આગેવાનો હાજર રહ્યા હતા . હતું