અમદાવાદ3 મિનિટ પેહલાલેખક: આનંદ મોદી
- કૉપી લિંક
ખીચડી ફિલ્મ ફેમ બોલીવૂડ એક્ટર અમદાવાદના મહેમાન બન્યા હતા. અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ફાધર હર્બર્ટ ડિસોઝા ઓડિટોરિમયના ઉદ્ઘાટન માટે અનંગ દેસાઈ આવ્યા હતા. આ દરમિયાન ખીચડી ફિલ્મ એક્ટર તુલસીદાસ પારેખ (અનંગ દેસાઈ)એ gnews24x7 સાથે ખાસ વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે gnews24x7ને જણાવ્યું હતું કે, આગામી નવેમ્બર મહિનામાં તેમની ફિલ્મ ખીચડી 2 રીલીઝ થઈ રહી છે. તેમજ તેમણે તેમના કોલેજના અનુભવો વિશે પણ જણાવ્યું હતું.
DB સવાલ: તમે જે કોલેજમાં ભણ્યા હતા તે કોલેજમાં આજે ચીફ ગેસ્ટ તરીકે આવ્યા છો ત્યારે કેવું લાગી રહ્યું છે?
જવાબ: ખુબ જ સરસ લાગે છે. બહુ આનંદની લાગણી અનુભવાય છે. કારણ કે, જે કોલેજમાં હું ભણ્યો છું તે જ કોલેજમાં મને માન સાથે બોલાવ્યો હતો. ફાધરના નામના ઓડિટોરિયમનું ઉદ્ઘાટન કરીને ખુલ્લું મુક્યું.
DB સવાલ: કોલેજમાં તમારા અનુભવ કેવા રહ્યા અને અત્યારે કોલેજમાં આવ્યા ત્યારે કેવું લાગ્યું?
જવાબ: હું કોલેજમાં આવ્યો ત્યારે કોલેજ બદલાઈ ગઈ છે. બિલ્ડિંગ સરસ થઈ ગયા છે. કોલેજની જીયોગ્રાફી બદલાઈ ગઇ છે. ભણવાના કોર્ષ પણ વધી ગયા છે. મારા સમય દરમિયાન પણ મને મજા આવતી હતી. અત્યારે વિદ્યાર્થીઓને પણ મજા જ આવતી હશે.
DB સવાલ: અત્યારે કયા પ્રોજેક્ટ પર કામ કરવાના છો?
જવાબ: ખીચડી 2 મૂવી આગામી નવેમ્બર મહિનામાં રીલીઝ થઈ રહી છે. ખીચડી મૂવી અગાઉ લોકોએ આવકારી છે. અગાઉ સીરિયલ તરીકે અને ત્યારબાદ ફિલ્મ તરીકે લોકોએ આવકારી છે. હવે ખીચડી 2 ફિલ્મ આવશે. જે મારા માટે મહત્વની રહેશે. કાગઝ 2 ફિલ્મ પણ આવવાની છે. જેમાં મારો મહત્વનો રોલ છે.
DB સવાલ: રીમિક્સનો લોકો પ્રતિસાદ ઓછો આપે છે તો તે વિશે શું કહેશો?
જવાબ: રીમિક્સ ગીતોની વાત હોય તો હું તેને માનતો નથી. ઘોંઘાટ જ હોય છે. ઓરીજીનલ ગીતો સાંભળોને અથવા ઓરિજીનલ ગીત બનાવો. જૂના ગીતોને મિક્સ શા માટે કરો છો.
DB સવાલ: રીમિક્સ ફિલ્મ વિશે શું કહેશો?
જવાબ: રીમિક્સ ફિલ્મ પણ ચાલે જ છે. લોકો એક્ટર જોઇને ફાઇનલ જોવે છે. તાજેતરમાં અનેક નવી ફિલ્મ આવી છે જેને લોકોએ આવકારી જ છે.
.