તેમણે સમગ્ર ગુજરાતમાં દિલ્હીની તર્જ પર રાજ્યના દરેક ગામમાં સરકારી શાળાઓની જેમ 20,000 મોહલ્લા ક્લિનિક્સ બનાવવાનું વચન પણ આપ્યું હતું. આ ઉપરાંત, AAP રાષ્ટ્રીય કન્વીનરે બધા માટે “મફત અને અમર્યાદિત” આરોગ્ય સેવાઓની ખાતરી પણ આપી હતી.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બરમાં યોજાવાની છે.
રાજ્યની તેમની બે દિવસીય મુલાકાતના પ્રથમ દિવસે કેજરીવાલે દાવો કર્યો હતો કે ભાજપ સરકારના એક ગુપ્તચર સૂત્રના જણાવ્યા અનુસાર, આમ આદમી પાર્ટી જંગી બહુમતી સાથે ચૂંટણી જીતીને રાજ્યમાં સરકાર બનાવવા જઈ રહી છે.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની સાથે, કેજરીવાલે ચૂંટણી પહેલા પાર્ટી માટે પ્રચાર કરતી વખતે કચ્છ જિલ્લામાં ગાંધીધામ નગર અને જૂનાગઢમાં બે રેલીઓને સંબોધી હતી.
કેજરીવાલે ગુજરાતના તમામ રહેવાસીઓને તેમની આર્થિક સ્થિતિને ધ્યાનમાં લીધા વિના દવાઓ, તબીબી તપાસ અને સર્જરી સહિતની મફત અને અમર્યાદિત આરોગ્ય સેવાઓ પૂરી પાડવાનું વચન આપ્યું હતું.
કેજરીવાલે જૂનાગઢમાં કહ્યું, ‘અમે સમગ્ર ગુજરાતમાં 20,000 મોહલ્લા ક્લિનિક બનાવીશું. ગુજરાતના અમીર હોય કે ગરીબ લોકોને મફત સારવાર આપવામાં આવશે. બધું જ મફતમાં મળશે, પછી તે દવા હોય, ટેસ્ટ હોય કે ઓપરેશન, ભલે તેની કિંમત 20 લાખ રૂપિયા હોય.”
તેમણે કહ્યું કે જો AAP સત્તામાં આવશે તો ગુજરાતની ખાનગી શાળાઓનું પણ દિલ્હીની જેમ ‘ઓડિટ’ થશે. આ શાળાઓ દ્વારા એકત્ર કરાયેલ વધારાના નાણાં લોકોને પરત કરવામાં આવશે.
ગુજરાતમાં સત્તારૂઢ ભાજપ સરકાર પર કટાક્ષ કરતા કેજરીવાલે આરોપ લગાવ્યો કે વર્તમાન સરકારના શાસનમાં ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા લોકોએ સ્વિસ બેંકોમાં તેમના ગેરકાયદે નાણાં રાખ્યા છે.
AAP નેતાએ કહ્યું, “જ્યારે લોકો કંઈક માંગે છે, ત્યારે તેઓ (ભાજપ સરકાર અને નેતાઓ) કહે છે કે પૈસા નથી. તેઓ વિવિધ ટેક્સ દ્વારા કરોડો રૂપિયાની વસૂલાત કરે છે તો પૈસા જાય છે ક્યાં? તે સ્વિસ બેંકમાં જાય છે. તેમાંથી દરેક પાસે 10 થી વધુ બંગલા છે. આ નેતાઓએ ઘણી બધી સંપત્તિઓ એકઠી કરી છે.”
કેજરીવાલે કહ્યું કે, જો રાજ્યમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો તે કોઈપણ મંત્રી કે ધારાસભ્યને ભ્રષ્ટાચારમાં સામેલ થવા દેશે નહીં. સ્વિસ બેંકોમાં પડેલું તમામ કાળું નાણું અમે પરત લાવીશું.
“અમારી પાર્ટી ભ્રષ્ટાચારનો અંત લાવશે, પૈસા બચાવશે અને મફત વીજળી આપશે,” તેમણે કહ્યું.