Kedareshwar, MG road contamination of rakes will become a thing of the past, district police chief’s foot patrol to solve traffic problem | કેદારેશ્વર, એમજી રોડ પર રેકડીઓનું દૂષણ ભૂતકાળ બની જશે, ટ્રાફિક સમસ્યા હલ કરવા જિલ્લા પોલીસ વડાનું ફૂટ પેટ્રોલીંગ

Spread the love
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • Kedareshwar, MG Road Contamination Of Rakes Will Become A Thing Of The Past, District Police Chief’s Foot Patrol To Solve Traffic Problem

પોરબંદરએક કલાક પેહલા

  • કૉપી લિંક
  • પોરબંદરમાં નવનિયુક્ત જિલ્લા અધિક્ષકે ટ્રાફિક સમસ્યાનું નિવારણ કરવા સ્થળ પર જવાબદાર અધિકારીઓને સૂચના આપી

પોરબંદરમાં નવ નિયુક્ત થયેલ જિલ્લા અધિક્ષક દ્વારા મુખ્ય બજારમાં ફૂટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં નડતર રૂપ લારીઓ દૂર કરી ટ્રાફિક સમસ્યાનું નિવારણ કરવા સ્થળ પર જવાબદાર અધિકારીઓને સૂચના આપી હતી.

પોરબંદરમાં તાજેતરમાં નવ નિયુક્ત થયેલ જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા દ્વારા પોરબંદરની એમજી રોડ પર આવેલ સીનેમાથી મુખ્ય બજાર સુધી ફૂટ પેટ્રોલીંગ કર્યું હતું. અને એમ જી રોડ તેમજ કેદારેશ્વર રોડ સુધી ફૂટ પેટ્રોલિંગ કરી ટ્રાફિક સમસ્યા અંગે જાણ્યું હતું અને આ વિસ્તારમાં ટ્રાફિક ને નડતર રૂપ રેકડીઓ દૂર કરવા પોલીસ તંત્રને સ્થળ પર જ સૂચના આપી હતી. ઉલ્લેખનીય છેકે, મુખ્ય બજારમાં વારે તહેવારે ગ્રાહકોનો ધસારો રહેતો હોય છે અને મુખ્ય બજારમાં રસ્તાઓ સાંકળા છે, રોડ વચ્ચે લારીઓ ઊભી રાખી દેવામાં આવતી હોય છે તો બંધ દુકાનો પાસે પણ લારીઓ ખડકી દેવામાં આવે છે જેને કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી રહે છે અને આ અંગે સામાજિક કાર્યકરો દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છે અને વર્તમાન પત્રોમાં પણ લારીઓના લીધે ટ્રાફિક જામ સર્જાઈ છે તેવા અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે ત્યારે આજે ગુરુવારે જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા, ડીવાયએસપી નિલમ ગૌસ્વામી, પીઆઈ નાયક, પીએસઆઈ કંબલિયા સહિતના પોલીસ અધિકારીઓ દ્વારા મુખ્ય બજારમાં ખાસ ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. વેપારી આગેવાનોએ તથા અન્ય વેપારી વર્ગે દ્વારા એસપીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ મુખ્ય બજારમાં ટ્રાફિક સમસ્યા હલ કરવા નડતર રૂપ લારીઓ દૂર કરવા એસપી એ પોલીસ અધિકારીઓને ખાસ સૂચના આપી છે.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *