જુનાગઢએક કલાક પેહલા
- કૉપી લિંક
જુનાગઢ શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ તેવા હેતુથી પોલીસે જુનાગઢમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા અને હિસ્ટ્રીશીટર ગણાતા ઇસમોના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં એ,બી અને સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસની અલગ અલગ ટીમો દ્વારા ડ્રોન કેમેરાની મદદથી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું જેમાં પોલીસ દ્વારા કુખ્યાત અને લીસ્ટેડ બુટલેગરોના ઘરે જઈ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
જુનાગઢ ડીવાયએસપી હિતેશ ધાંધલ્યાએ જણાવ્યું હતું કે એ, બી અને સી ત્રણે પોલીસ ડિવિઝન વિસ્તારના અલગ અલગ ગુનામાં નાસ્તા ફરતા અસામાજિક તત્વો, હિસ્ટ્રીસિટરો,મિલકત સંબંધી ગુન્હાઓ આચરતા ઇસમો,અને લીસ્ટેડ બુટલેગર કે જે દારૂના ગુન્હાઓ સાથે સંડોવાયેલા ઇસમોના લિસ્ટ બનાવી અને જુનાગઢ પોલીસની અલગ અલગ 10 ટીમો બનાવી આવા ગીર કાયદેસર પ્રવૃતિ કરતા ઇસમોના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં આવા લિસ્ટેડ બુટલેગરો આવારા તત્વો અને ગુનાખોરી સાથે સંકળાયેલા ઈસમોના ઘરે ગેરકાયદેસર રીતે 20 જેટલા વીજ કનેક્શન ઝડપી પાડ્યા હતા અને પીજીવીસીએલની અલગ અલગ ચાર ટીમો બોલાવી ગેરકાયદેસર રીતે વીજ કનેક્શન ધરાવતા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જુનાગઢ પોલીસ દ્વારા જે ગીચ વિસ્તાર હતો તે વિસ્તારમાં ડ્રોન કેમેરા દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ડ્રોન કેમારાની મદદ થી જે વિડીયોગ્રાફી કરવામાં આવી હતી અને જેમાં જે ગીચ વિસ્તાર હતો તે જગ્યા પર પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે પીજીવીસીએલ ની ટીમ દ્વારા 20 જેટલા ઇસમો વિરુદ્ધ ગેરકાયદેસર રીતે વિવિધ જોડાણ ધરાવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.