- Gujarati News
- Local
- Gujarat
- Junagadh
- Junagadh MP And MLA Met The Union Minister Of Railways With The Minister Of State For Railways, Proposed To Erect Pillars Instead Of Walls In The Railway Project.
જુનાગઢ34 મિનિટ પેહલા
- કૉપી લિંક
જૂનાગઢ શહેરના રેલ્વે લગત પ્રશ્નો અર્થે જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા તથા ધારાસભ્ય સંજય કોરડીયાએ કેન્દ્રીય રેલ્વેમંત્રી અશ્વિનીકુમાર તથા રેલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશની મુલાકાત લીધી હતી. જેમાં જૂનાગઢના રેલ્વેલગત પ્રશ્નોની બૃહદ સમીક્ષા તથા ચર્ચાઓ હાથ ધરવામાં આવી હતી. જૂનાગઢ શહેરને ફાટકલેસ બનાવવા અન્વયે તૈયાર પ્રોજેકટમાં દિવાલોને બદલે પીલર પર આ પ્રોજેકટ હાથ ધરાય અને શહેરમાં કયાય પણ પાણી ભરાવાની સમસ્યા ન રહે તે રીતે આ પ્રોજેકટને આગળ ધપાવવા અને શહેરની જનતાને હાલાકી ન પડે તે અનુસાર પ્રોજેકટમા ફેરફાર કરવા પણ સાંસદ અને ધારાસભ્યએ રજુઆત કરી હતી.
ખાસ કરીને હાલ રાજકોટ રેલ્વેસ્ટેશન પર લાંબા અંતરની ટ્રેનો 7 થી 8 કલાક પડી રહેતી હોઇ, આ ટ્રેનોને સોમનાથ જોડી જૂનાગઢ શહેરને પણ તેનો લાભ મળે તે રીતે જૂનાગઢને લાંબા અંતરની ટ્રેનો મળે તે માટે પણ જનસુર રેલ્વેમંત્રી સમક્ષ જૂનાગઢના સાંસદ અને ધારાસભ્યએ સંયુકતરીતે વ્યકત કરેલ છે.ત્યારે વંદે ભારત ટ્રેન કે જે રાષ્ટ્રની શ્રેષ્ઠ ટ્રેનોમાંની એક ટ્રેન છે આ ટ્રેનને સોમનાથ સાથે જોડી આપવાની બાબતમાં પણ રાષ્ટ્રીય રેલ્વે મંત્રીએ સત્વરે આ બાબતે નિર્ણય થશે તેવું જણાવ્યું હતું અને જૂનાગઢ શહેરએ આદ્યાત્મિક અને પ્રવાસન નગરી છે. આ શહેરની યાત્રાધામ તરીકે છબીને વર્ણવી સાંસદ અને ધારાસભ્ય દ્વારા જૂનાગઢ શહેર લાંબા અંતરની ટ્રેનો ફાળવવામાં આવે તથા યાત્રાધામોને સાથે સાંકળતી ટ્રેનોને જો જૂનાગઢ સાથે સાંકળવામાં આવે તો પરબધામ, સતાધાર, ચાંપરડા, દામોદરકુંડ, ગીરનાર, ભવનાથ, જેવા તિર્થક્ષેત્રો અને પ્રવાસનધામોને પણ રાષ્ટ્રીયખ્યાતિ મળે તે માટે રજુઆત કરવામાં આવી છે. તો સોમનાથ રેલ્વેસ્ટેશન પર ચાલી રહેલ ડોક્યાર્ડ કલીનીંગ પ્રોસેસ ઝડપભેર પુર્ણ થાય તે માટે રજુઆત થયેલ આ સમગ્ર જૂનાગઢ લગતના પ્રશ્નો સાંભળી રાષ્ટ્રીય રેલ્વેમંત્રીશ્રી અશ્વિનીકુમાર તથા રાજયકક્ષાના રેલ્વેમંત્રીશ્રી દર્શનાબેન જરદોશએ સત્વરે યોગ્ય કાર્યવાહી હાથ ધરાશે તેવી હૈયાધારણા બંન્ને પદાધિકારીઓને આપેલ છે.