Jignesh Dada’s Vyasasan Bhagavata Katha will be held at the historic Kargaria Mahadev temple in Bhachau, plans were made in the meeting. | ભચાઉના ઐતિહાસિક કરગરિયા મહાદેવ મંદિર ખાતે જીજ્ઞેશ દાદાના વ્યાસાસને ભાગવત કથા યોજાશે, બેઠકમા આયોજન ઘડાયું

Spread the love
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Kutch
  • Jignesh Dada’s Vyasasan Bhagavata Katha Will Be Held At The Historic Kargaria Mahadev Temple In Bhachau, Plans Were Made In The Meeting.

કચ્છ (ભુજ )6 કલાક પેહલા

  • કૉપી લિંક

ભચાઉ નગરના પ્રાચીન કરગરીયા મહાદેવ મંદિરે આગામી તા. 19 જાન્યુઆરીથી પૂ.જીજ્ઞેશદાદાના વ્યાસાસને શ્રીમદ્દ ભાગવત સપ્તાહના આયોજન માટે નગરજનો ની વિશાળ બેઠકનું આયોજન મહામંડલેશ્વર રામસ્વરૂપ દાસજીના સાનિધ્યમા યોજાયું હતું. બેઠકમાં વિવિધ સમાજ અને સંસ્થાઓના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠકમા ભચાઉના પૂર્વ નગરપતિ કુલદીપસિંહ વિરેન્દ્રસિંહ જાડેજાની કથાસમિતિના પ્રમુખ પદે સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. કાર્યાલય મંત્રી તરીકે ઉમિયાશંકર જોશી અને ખજાનચી તરીકે જે.કે.દરજી તથા અશ્વિન ઠક્કરની ઘોષણા કરવામાં આવી હતી. આગામી સમયમાં મુખ્ય સમિતિનું વિસ્તરણ અને અન્ય વિવિધ સમિતિની રચના કરવામાં આવશે. સમિતિના પ્રમુખ કુલદીપસિંહ જાડેજાએ આ આયોજન ખૂબ સારી રીતે સફળ થાય તે માટે લોકોને જોડાવા અને દરેક સમાજ પોતાની અને સંસ્થાની મિટિંગોના આયોજન કરે તેના પર ભાર મુક્યો હતો આ મિટિંગમાં ઉમિયાશંકર જોશી-અવિનાશ જોશી-જનકસિંહ જાડેજા – નરેન્દ્રસિંહ જાડેજા- વાઘજીભાઈ છાંગા, મહેન્દ્રસિંહ જાડેજા -વાઘુભા જાડેજા- મહેશ સોલંકી-ચંદુભાઈ પઢારીયા, નાગજીભાઈ રબારી, વિગેરે અગ્રણીઓ કથા સફળ બને તે માટે વિવિધ સૂચન કર્યા હતા સંચાલન એસ.ડી.ઝાલા એ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *