સુરેન્દ્રનગરએક મિનિટ પેહલા
- કૉપી લિંક
હાલ યુવાનોને ઉચ્ચઅભ્યાસ બાદ આગળ કારકિર્દી તરીકે કયુ ક્ષેત્ર અપનાવવુ તેની મુંજવણમાં રહેતા હોય છે.ત્યારે જિલ્લા રોજગાર વિનિમય કચેરી સુરેન્દ્રનગરની વિશેષ પહેલ કરાઇ છે.જેમાં ”RIASEC મોડેલ ”એપ્ટીટ્યુટ ટેસ્ટ પહેલ કરાઇ છે.આ અંગે રોજગાર અધિકારી મુકેશભાઇ પ્રજાપતિએ જણાવ્યુકે ”RIASEC મોડેલ” એપ્ટીટ્યુટ ટેસ્ટ નામની એક પ્રેરણાત્મક પહેલ શરૂ કરવામાં આવી છે. આ પહેલ અંતર્ગત વિદ્યાર્થીઓને કારકિર્દી બાબતે સાચી દિશા મળી રહે અને અભ્યાસ બાદ વિદ્યાર્થીઓને કયા પ્રકારના ફિલ્ડમાં આગળ વધવું તે બાબતનું જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે.
આ ટેસ્ટમાં 100 માર્કની એક ટેસ્ટહોય છે જેમાં વિવિધ કારકિર્દીને લગતા લોકોના રસના વિષ્યોને લગતા, જનરલ નોલેજ, તાજેતરની ઘટનાઓ સહિત વિષયોના ક્વેશ્ચન સામે સ્પર્ધાત્મક પરીક્ષા જેમ ચાર ટપકા પર માર્ક કરવાનું હોય છે. થકી દરેક વિદ્યાર્થી પોતાની રસ રૂચી જાણી શકાય અને તેના થકી વિદ્યાર્થીઓને કયા ક્ષેત્ર પોતાની કારકિર્દી સફળ બનાવી શકાય તેનુ સંપુર્ણ જ્ઞાન માહિતી માર્ગદર્શન મેળવવામાં અસરકારક ભુમીકા ભજવે છે.જિલ્લામાં છેલ્લા બે 2માસમાં 11 સંસ્થાઓના 706 વિદ્યાર્થીઓની પરીક્ષ લેવામાં આવી હતી. જેમાં સૌથી વધુ પ્રમાણમાં રીઆલીસ્ટીક અને સોશીયલ પ્રકારના રસના ક્ષેત્રો સુરેન્દ્રનગર જિલ્લાના વિદ્યાર્થીઓના હોવાનુ તારણ આવ્યુ છે.આગામી દિવસોમાં જિલ્લાના ધો.10 અને 12ના અંદાજીત 29000થી વધુ વિદ્યાર્થીઓ તથા જિલ્લાની આઇટીઆઇ સહિ અન્ય સંસ્થાઓ અને શાળાઓમાં પણ આ ટેસ્ટ લેવાશે.
આ રીતે બન્યું RIASEC મોડેલ
- R એટલે Realisic (Doers) જેમાં એગ્રીકલ્ચર, હેલ્થ આસીસ્ટન્ટ, કોમ્પપયુટર, કંસ્ટ્રક્શન, મીકેનીકલ મશીનીસ્ટ, એન્જીન્યરીંગ, ફુડ એન્ડ હોસ્પીટાલીટી,
- I એટલે investigative (thinkars) જેમાં મરીન બાયોલોજી, એન્જીન્યરીંગ, કેમેસ્ટ્રી, ઝુઓલોજી, મેડીશીન સર્જરી, કન્ઝુમર ઇકોનોમી, ફિઝીયોલોજી,
- A Artostic (creators) કોમ્યુનીકેશન, કોસ્મેટોલોજી, ફાઇન એન્ડ પર્ફોર્મીંગ આર્ટસ, ફોટોગ્રાફી, રેડીયો ટીવી, ઇન્ટીરીયર ડીઝાઇનર, આર્કિટેક્ચર
- S Social (helpers) કન્સલ્ટીંગ, નર્સીંગ, ફીઝીકલ થેરાપી, ટ્રાવેલ, એડવર્ટાઇઝીંગ, પબ્લીક રીલેશન, એજ્યુ કેશન
- E Enterprising(persuad ers)ફેશન મર્ચન્ડાઇઝીંગ, રીઅલ એસ્ટેટ, લો, પોલીટીકલ સાયન્સ, ઇન્ટરનેશનલ ટ્રેડ, બેંકીંગ ફાયનાન્સ
- C Conventional (Organizers) એકાઉન્ટીંગ, કોર્ટ રીપોર્ટી઼ગ, ઇન્સ્યોરન્સ, બીઝનેશ, મેડીકલ રેકોર્ડસ, બેંકીંગ, ડેટાપ્રોસેસીંગ
.