સાબરકાંઠા (હિંમતનગર)24 મિનિટ પેહલા
- કૉપી લિંક
ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના લાખાના મુવાડાથી સતત 25 વર્ષથી જયબાબારી સંઘ રણુજા પગપાળા જાય છે અને 11 દિવસે જય બાબારીના નાદ સાથે 550 કિમી અંતર કાપી પહોંચે છે. ત્યારે શનિવારે હિંમતનગરથી પદયાત્રીઓ શ્રદ્ધાની નેજા સાથે પસાર થયા હતા.
આ અંગેની વિગત એવી છે કે, વર્ષમાં ભાદરવો મહિનો મેળાનો મહિનો હોય છે અને આ મહિનામાં પ્રસિદ્ધ મંદિરે મેળા ભરાય છે. ભાદરવા માસની બીજ મોટી બીજ હોય છે. જેને લઈને રાજ્યભરમાંથી રાજસ્થાનના રણુજા ભક્તો સંઘોમાં પગપાળા પદયાત્રા કરી મંદિરે બાબા રામદેવજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે.
ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના લાખાના મુવાડા ગામના યુવાનો અને વડીલોએ સતત 25માં વર્ષે શ્રદ્ધા સાથે છ નેજા લઈને જય બાબરીના નાદ સાથે પગપાળા સંઘનું પ્રસ્થાન કર્યું હતું. તો 1લી સપ્ટેમ્બરે નીકળ્યા હતા અને 2જી સપ્ટેમ્બરે સવારે હિંમતનગરથી પસાર થઈને ઇડર તરફ ગયા હતા. 11 દિવસે આ જય બાબારીના નાદ સાથે પદયાત્રી ભક્તો અંદાજે 550 કિલોમીટરનું અંતર કાપીને રણુજા પહોંચે છે. રોજના અંદાજીત 50 કિમીનું અંતર કાપતા હોય છે. હાલમાં ગરમી વચ્ચે પદયાત્રીઓ અંતર કાપી રહ્યા છે. સંઘમાં સાથે જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જેને લઈને નક્કી કરેલી જગ્યા પર રોકાણ કરીને જમીને રણુજા તરફ પ્રસ્થાન કરે છે. તો રસ્તામાં પસાર થતા સમયે આવતા-જતા વાહનચાલકો પણ જય બાબારીનો નાદ કરતા હોય છે.
આ અંગે જય બાબરી સંઘના આયોજક નટવરસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, દર વર્ષે શ્રાવણ માસના અંતિમ સપ્તાહમાં રણુજા જવા સંઘ નીકળે છે. જેમ ગામના યુવાનો અને વડીલો જોડાય છે તો તમામ ખેડૂતો છે અને રોજનું 50 કિમી અંતર કાપી રોકાણ કર્યા બાદ ફરીથી ચાલવાનું શરુ કરીએ છે. ભાદરવા મહિનાની બીજ પહેલા પહોંચી જઈશું. શ્રદ્ધાની નેજા સાથે દર વર્ષે ગામના યુવાનો જોડાય છે. આ વર્ષે 27 જણા જોડાયા છે. 1લી તારીખે નીકળ્યા છીએ અને 11 સપ્ટેમ્બરે પહોંચી જઈશું. સાથે જમવાની સગવડ માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને 50 કિમી અંતરે રોકાણ કરવામાં આવે છે.
.