સુરત27 મિનિટ પેહલા
- કૉપી લિંક
આ બીગલ પ્રજાતિના ડોગનું નામ ડ્રેક છે
આ બીગલ પ્રજાતિનો ડોગ છે જેનું નામ ડ્રેક છે. જેના ટ્રેનર એચ.સી પ્રતાપ બારીયા છે. એની પાસે સ્મેલ કરવાની ખાસ શક્તિ હોય છે. શહેર પોલીસને ડ્રગ્સ શોધવાંમાં સક્ષમ છે.
બેલ્જિયન શેફર્ડ પ્રજાતિનો ડોગ
બેલ્જિયન શેફર્ડ પ્રજાતિના આ ડોગનું નામ ગેલોપ છે. જે સુરત ડોગ સ્ક્વાડ ખાતે 2 વર્ષથી ફરજ બજાવી રહ્યો છે.આ ડોગ ખાસ કરીને વીઆપી, વીવીઆઈપી, મંત્રીઓ, પબ્લિક પ્લેસ જેમ કે મોલ, બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, સરકારી બિલ્ડિંગમાં બોમ્બ અથવા તો ઘાતક વસ્તુઓને શોધવામાં પોલીસની મદદ કરે છે.જે બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ સાથે પણ કામ કરે છે.
મંડી નામનો આ ડોગ 2 વર્ષથી કાર્યરત છે
ટ્રેકર ડોગ ,જેનું નામ રાજન
સિટી ભાસ્કરે સુરત પોલીસ સ્કવોડમાં કાર્યરત વિવિધ ડોગ્સ વિશે જાણ્યું
3
2
4
1
આ સ્નીફર ડોગનું નામ મંડી છે. જેના ટ્રેનર પી.સી. જીતેશ ચૌધરી છે. આ લબ્રાડોર પ્રજાતિનો ડોગ છે. જે સ્મેલ કરવાનું કામ કરે છે. સુરત પોલીસ ડોગ સ્કવાડમાં 2 વર્ષથી છે.
આ ટ્રેકર ડોગનું નામ રાજન છે. આ ડોગનાં ટ્રેનર એચ. સી. અતુલ પ્રજાપતિ છે. જે 10 વર્ષથી સુરત પોલીસ ડોગ સ્ક્વોડમાં સેવા આપે છે. આ ડોગ ખાસ કરીને કોઈ પણ વસ્તુને ટ્રેક કરવામાં પોલીસની મદદ કરે છે. ચોરી, લુંટ, મર્ડર તથા અન્ય ગુનાહિત પ્રવૃત્તિમાં આરોપીને શોધવાનું કામ કરે છે. ગયા વર્ષ શહેરની જાણીતી હોટેલમાં જે મર્ડર થયું હતું તેમાં આ ડોગે સરસ કામ કર્યું હતું.
સુરત | આજે ઇન્ટરનેશનલ ડોગ ડે છે ત્યારે સિટી ભાસ્કરે સુરત પોલીસના ડોગ સ્કવોડમાં ફરજ બજાવતા 4 ડોગ્સ, તેમની ખાસિયત અને કામગીરી વિશે જાણ્યું હતું. જેમાં જાણવા મળ્યું હતું કે, સુરત પોલીમાં ટ્રેકર, બીગલ અને સ્નીફર પ્રજાતિના ડોગ્સ કામ કરી રહ્યા છે અને પોલીસને નાના મોટા ક્રાઇમને ડિટેક્ટ અને અટકાવવામાં મદદ કરી રહ્યા છે. સુરત પોલીસના ડીસીપી એમએ મુનિયા અને એસીપી એમકે રાણાની દેખરેખ હેઠળ આ ડોગ સ્કવોડ કામ કરે છે.
international dog day
.