ISSO સ્વામીનારાયણ મંદિરનાં રજતજયંતિ મહોત્સવમાં ડો. જગદીશ ત્રિવેદીએ સત્સંગ હાસ્યની રમઝટ બોલાવી | ISSO Swaminarayan Mandir Rajat Jayanthi Festival Dr. Jagdish Trivedi called out a roar of satsang laughter

Spread the love

સુરેન્દ્રનગર11 મિનિટ પહેલા

  • કૉપી લિંક

અમેરિકાના શિકાગો શહેરના ઈટાસ્કા ખાતે આવેલા કાલુપુર તાબાના શ્રી સ્વામીનારાયણ મંદિરના રજતજયંતિ મહોત્સવમાં ડો. જગદીશ ત્રિવેદીએ સત્સંગ હાસ્યની રમઝટ બોલાવી હતી. આ મંદિર અમેરિકાનું સૌ પ્રથમ શિખરબદ્ધ મંદિર છે, આ મંદિરના રજતજયંતિ પાટોત્સવ પ્રસંગે ભારતથી ખાસ આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદજી અને ગાદીવાળા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. એમના તેમજ 25થી વધુ સંતોના આશીર્વાદ બાદ રાત્રે ડો. જગદીશ ત્રિવેદી દ્રારા સત્સંગ હાસ્યરસનો ભવ્ય કાર્યક્રમ શરૂ થયો હતો. આશરે 1000થી વધું સત્સંગીઓથી ખીચોખીચ ભરેલા સભાગૃહમાં લોકોએ ભારતમાતાના જયજયકાર સાથે મધરાતે રાષ્ટ્રગીત ગાઈને કાર્યક્રમ પુરો કર્યો હતો.

આ પ્રસંગે જગદીશ ત્રિવેદી સાથે એમના ધર્મપત્ની નીતાબહેનનું પણ મંદિર કમિટી તરફથી હાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. શ્રોતાગણમાં રાજકીય આગેવાન નિમિષ જાની, ખૂબ જાણીતા કવિ અને તબીબ ડો. અશરફ ડબ્બાવાલા, ભારતીય સિનિયર સિટિઝન ક્લબના પ્રમુખહરીભાઈ પટેલ, બોસ્ટન મંદિરના યુવાન પ્રમુખ અરવિંદ પટેલ, જાણીતા ગાયક કલાકાર તુષાર ગોર, જાણીતા કવિયત્રી મધુબહેન મહેતા અને શિકાગો શહેરની વિવિધ સંસ્થાઓ અને વિવિધ સમાજના આગેવાનો તેમજ રાજકારણ, ધર્મ, કલા, શિક્ષણ અને સાહિત્ય જેવાં જુદાજુદાં ક્ષેત્રના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

જગદીશ ત્રિવેદીનો આ ટૂરનો આ બત્રીસમો કાર્યક્રમ હતો તેમજ હજું બીજા તેર કાર્યક્રમો મળીને કુલ પિસ્તાળીસ કાર્યક્રમો વડે તેમના દ્રારા ત્રણ કરોડથી વધું રુપિયાની ગુજરાતીમાં શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રમાં સેવા થનાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *