પોરબંદર37 મિનિટ પેહલા
- કૉપી લિંક
પોરબંદરના આર.ટી.આઈ એક્ટિવિસ્ટે વડાપ્રધાને પત્ર પાઠવી નેશનલ હાઇવે ઓથોરીટીના અધિકારીઓની સંપત્તિની તપાસ કરવા રજુઆત કરવામાં આવી છે.આ અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર કરતા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા. પોરબંદર જિલ્લા આસપાસ પોરબંદર રાજકોટ તેમજ પોરબંદર સોમનાથ અને દ્વારકા નેશનલ હાઇવે આવેલ છે. પરંતુ આ હાઇવે પર અનેક જગ્યાઓ પર રસ્તાઓ ખરાબ છે, અમુક હાઇવે પર સર્વિસ રોડનો અભાવ છે, હાઇવે પર બંને સાઈડ જાળીઓ પણ તૂટી ગઈ છે તેમજ હાઇવે પર રઝળતા પશુઓનું સામ્રાજ્ય રહેલ છે જેને લઈને અવાર નવાર અકસ્માત સર્જાઈ રહ્યા છે. હાઇવે ઓથોરીટી દ્વારા એમ્બ્યુલન્સ તેમજ ક્રેન સહિતનો સેવાઓ પણ પૂરતી ન હોવાના આક્ષેપો કરી પોરબંદરના આર.ટી આઈ.એક્ટિવિસ્ટ ભનુભાઈ ઓડેદરા દ્વારા દેશના વડાપ્રધાનને પત્ર લખી રજુઆત કરવામાં આવી છે. આ પત્રમાં પોરબંદર જિલ્લા આસપાસના નેશનલ હાઇવે ઓથોરીટીના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર કરી મસમોટી ગેરકાયદેસર સંપતિઓ ઉભી કરી છે જે બાબતે પણ તપાસ કરવા માગ કરી હતી.
હાઇવે પર રઝળતા પશુઓનું સામ્રાજ્ય : વડાપ્રધાનને પત્ર પાઠવ્યો
.