સુરેન્દ્રનગરએક કલાક પેહલા
- કૉપી લિંક
સુરેન્દ્રનગર જિલ્લાના 12 પીએસઆઇની જિલ્લામાં આંતરિક બદલીઓ છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ગિરીશ પંડ્યા દ્વારા જાહેર હિત અને વહીવટી સરળતા ખાતર જિલ્લામાં જ આંતરિક બદલીઓ કરવામાં આવી છે. જેમાં ત્રણ પીએસઆઇની સિનિયર પીએસઆઇ તરીકે પ્રમોશન સાથે બદલી કરવામાં આવી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવરનગર પોલીસ મથકના પીએસઆઇ આર.જે.જાડેજાની સિનિયર પીએસઆઇ તરીકે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકમાં, સુરેન્દ્રનગર એ ડીવીઝનના પીએસઆઇ કે. એચ. ઝનકાતની જોરાવરનગર પોલીસ મથકમાં, પાટડી પીએસઆઇ ઝેડ.એલ.ઓડેદરાની સિનિયર પીએસઆઇ તરીકે થાનગઢ પોલીસ મથકમાં, થાનગઢ પીએસઆઇ એલ.બી.બગડાની પાટડી પોલીસ મથકમાં, સાયલા પોલીસ મથકના પીએસઆઇ એચ.જી.ગોહીલની સુરેન્દ્રનગર એ ડીવીઝનમાં જ્યારે સુરેન્દ્રનગર બી ડીવીઝનના એચ.એસ.જાડેજાની સાયલા પોલીસ મથકના પીએસઆઇ તરીકે બદલી કરવામાં આવી છે.
જ્યારે સુરેન્દ્રનગર એ ડીવીઝનના પીએસઆઇ એન.પી.મારૂની સિનિયર પીએસઆઇ તરીકે ચુડા પોલીસ મથકમાં, ચોટીલા પીએસઆઇ કે.ટી.સુમેરાની ચુડા પોલીસ મથકમાં, લીંબડી પોલીસ મથકના પીએસઆઇ એમ.બી.જાડેજાની ચોટીલા પીએસઆઇ તરીકે, ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકના પીએસઆઇ એમ.કે.પરમારની ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકમાં, ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકના પીએસઆઇ એમ.એ.સૈયદની ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથક ખાતે અને વઢવાણ પોલીસ મથકના પીએસઆઇ એસ.એમ.શેખની સુરેન્દ્રનગર બી. ડીવીજનમાં આંતરિક બદલીઓ કરવામાં આવી છે.