સુરત29 મિનિટ પેહલા
- કૉપી લિંક
- ક્રાઇમબ્રાંચે 5 કલાક સવાલો કર્યા
પ્રદેશ ભાજપ પ્રમુખ સહિત કેટલાક ધારાસભ્યને બદનામ કરતી પત્રિકા કૌભાંડ મામલે સુમુલ ડેરીના ઉપપ્રમુખ અને સહકારી આગેવાન રાજુ પાઠકની ક્રાઇમબ્રાંચે 5 કલાક સુધી પૂછપરછ કરી હોવાની વાત સામે આવી રહી છે. આ બાબતે રાજુ પાઠકનો સંપર્ક કરતા તેમણે ફોન રિસીવ કર્યો ન હતો. એવું કહેવાય છે કે રાજુ પાઠક ગણપત વસાવાના નિકટના હોવાથી પોલીસે પૂછપરછ કરી હોવાની વાત છે. પત્રિકા કૌભાંડ મામલે રાજુ પાઠકને ક્રાઇમબ્રાંચે એવા સવાલો કર્યા કે જેનાથી તેઓ જવાબ આપવામાં પસીનો છુટ્ટી ગયો હોવાની વાત છે.
જો કે ક્રાઇમબ્રાંચના સત્તાધીશો આ બાબતે મગનુ નામ મરી પાડતા નથી. ક્રાઇમબ્રાંચના ઓફિસરોએ મીડિયાને માહિતી આપવાનું પણ ટાળી રહ્યા છે. જાણે રાજકીય નેતાઓનો ડર હોય એવું લાગે છે. ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ સીઆર. પાટીલ, ધારાસભ્ય સંદીપ દેસાઇ, મુકેશ પટેલ, સંગીતા પાટીલ સહિત ભાજપના 8 નેતાને બદનામ કરવા પત્રિકા ફરતી કરાઇ હતી. ગુજરાતના સંસદ સભ્યો, ધારાસભ્યો અને જિલ્લા-શહેર ભાજપ પ્રમુખોને પત્રિકા અને પેન ડ્રાઇવ પોસ્ટમાં મોકલવામાં આવી હતી.
ભાજપ પ્રભારી સહિતના પકડાયા હતા
ભાજપના નેતાઓ વિરુદ્ધ પત્રિકા વાઇરલ કરવામાં અગાઉ ઉમરપાડા તાલુકાના ભાજપ પ્રભારી રાકેશ રણજીતસિંહ સોલંકી, દીપુ ઉર્ફે સોનું લાલચંદ યાદવ અને ખુમાનસિંહ જસવંતસિંહ પટેલની ધરપકડ કરી હતી. હજુ પણ એક પછી એક સામે તપાસનો દોર લંબાવાયો છે.
.