વલસાડ2 કલાક પેહલા
- કૉપી લિંક
વલસાડના ગુંદલાવમાં ભાડેના એક મકાનમાં રહેતા રાજસ્થાનના ઇસમ દ્વારા અફીણના પોષ ડોડાનો 80 કિલો રૂ.2.42 લાખનો જથ્થો પકડાયા બાદ ગુંદલાવમાં શંકાસ્પદ પરપ્રાંતિય ઇસમો સામે તપાસ કરવા પ્રહરી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ દ્વારા માગ કરાઇ છે.
પ્રહરી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ સંકેત દેસાઇએ એસપીને લેખિત રજૂઆતમાં જણાવ્યા મુજબ ગુંદલાવ જેવા નાના ગામમાં પરપ્રાંતિય પરિવારોને સમાવવા અશક્ય હોવાથી ભાડેથી મકાનો પણ આપવામાં આવ્યા છે.આ મકાનો ગેરકાનૂની હોવાનું ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખનું કહેવું છે.જેથી ગેરપ્રવૃત્તિ કરનારા પર પ્રાંતિય ઇસમો માટે રહેવું સરળ બની ગયું છે.જેની તપાસ રાખવી જરૂરી છે.
જેથી ગુંદલાવમા રહેતા તમામ પરપ્રાંતિય ઇસમોની તપાસ કરવા અને શંકાસ્પદ ઇસમોના આધારકાર્ડ તપાસી જે તે રાજ્યના પોલીસ મથકોનો સંપર્ક કરી જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે.
.