અમરેલી21 મિનિટ પેહલા
- કૉપી લિંક
રાજય સરકાર દ્વારા અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી છેવાડાના ગ્રામ્ય વિસ્તાર સુધી વિકાસના કાર્યોના સતત લોકાર્પણ કરવામાં આવી રહ્યા છે અમરેલી જિલ્લાના વિદ્યાર્થીઓને સુવિધાયુક્ત શિક્ષણ મળે તેવા હેતુથી જિલ્લાના કુંકાવાવ તાલુકાના રામપુર અને અમરેલી તાલુકાના મોટા માચીયાળામાં નવ નિર્મિત શાળાનું વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરીયા અને સાંસદ નારણ કાછડિયાના હસ્તે લોકાર્પણ કરાયુ હતુ ગુણવત્તાસભર શિક્ષણની યાત્રામાં અમરેલી જિલ્લામાં બનેલી આ નવનિર્મિત શાળાઓ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યના ઘડતરમાં મહત્વનું પ્રદાન આપશે તેવો વિશ્વાસ નાયબ મુખ્ય દંડક કૌશીક વેકરીયાએ વ્યક્ત કર્યો હતો. આગેવાનોએ અભ્યાસ ખંડમાં બેંચ પર બેસીને પોતાના શાળા જીવનના સંસ્મરણો વાગોળ્યા હતા અને શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ આપી હતી.
જ્યારે અમરેલી જિલ્લાના રાંઢિયા ખાતે પંચાયતના વિવિધ વિકાસકાર્યોનું નાયબ મુખ્ય દંડક અને સાંસદના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતુ. નાયબ મુખ્ય દંડક કૌશીક વેકરિયાએ જણાવ્યું હતું આ વિકાસકાર્યો થકી ગ્રામજનોની સુખાકારીમાં વધારો થશે. આ કાર્યક્રમમાં ગામના સરપંચઓ સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા.