In Vinchiya, Rajkot, a procession was held on the occasion of Independence Day, patriotic songs echoed everywhere; Tomorrow there will be a grand lockdown | રાજકોટનાં વીંછિયામાં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે તિરંગાયાત્રા યોજાઈ, ઠેર-ઠેર દેશભક્તિનાં ગીતો ગુંજ્યા; આવતીકાલે ભવ્ય લોકડાયરો થશે

Spread the love
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Vinchiya, Rajkot, A Procession Was Held On The Occasion Of Independence Day, Patriotic Songs Echoed Everywhere; Tomorrow There Will Be A Grand Lockdown

રાજકોટ28 મિનિટ પેહલા

  • કૉપી લિંક

સ્વાતંત્ર્ય પર્વને લઈને દેશભરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. જે અંતર્ગત આજથી ઠેર-ઠેર વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે રાજકોટનાં વીંછિયામાં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે તિરંગાયાત્રા યોજાઇ હતી. જેમાં પોલીસ જવાનો, શાળાનાં વિદ્યાર્થીઓ તેમજ વિવિધ સરકારી વિભાગના કર્મચારી સ્કૂલ પોલીસ કેડેટના બાળકો તેમજ મોટી સંખ્યામાં નગરજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ એટલે કે આવતીકાલે લોકડાયરો યોજાશે. જ્યારે 15 ઓગસ્ટે મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવશે.

ઠેર-ઠેર દેશભક્તિનાં ગીતો ગુંજી ઉઠ્યા
રાજકોટનાં વીંછીયામાં આજે લગભગ 2 કિલોમીટરની તિરંગાયાત્રા આંબલી ચોકથી વીંછિયા મુખ્ય બજાર તેમજ દરવાજાથી પરત આંબલી ચોક સુધી યોજાઈ હતી. જેમાં જસદણ મામલતદાર એસ. જે. અસવાર, ડી.વાય.એસ.પી. કે. જી. ઝાલા, પી.એસ.આઈ, પી.આઇ. સહિતના પોલીસ અધિકારીઓ પણ યાત્રામાં ખાસ હાજર રહ્યા હતા. આ તિરંગયાત્રામાં સામાજિક સંસ્થાના આગેવાનો અને વિવિધ શાળાના વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પણ હાજર રહેતા દેશભક્તિનો માહોલ છવાયો હતો. ઠેર-ઠેર દેશભક્તિનાં ગીતો ગુંજી ઉઠ્યા હતા.

સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી થશે
રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં અહીં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી થશે ત્યારે તેની પૂર્વ સંધ્યાએ એટલે કે આવતીકાલે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. લોકડાયરામાં લલીતાબેન ઘોડાદ્રા, અરવિંદભાઈ બગથરિયા સહિતના કલાકારો ‘મારી માટી, મારો દેશ’ અભિયાન અંતર્ગત માટીને નમન, વીરોને વંદન કરતા દેશભક્તિના સૂરો રેલાવશે તેમજ લોકગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરશે. આ ખાસ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ભાગ લેવા માટે નાગરિકોને વહીવટીતંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

ઊજવણીની પૂર્વ તૈયારીઓ શરુ
ભારતના 77માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી નિમિત્તે રાજકોટ જિલ્લા કક્ષાનો ધ્વજારોહણ કાર્યક્રમ તા.15 ઓગસ્ટે વીંછિયા ખાતે કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોધોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસમંત્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાનાર છે. આ કાર્યક્રમ 15 ઓગસ્ટ સવારે 9 વાગ્યે એ.પી.એમ.સી.ની સામે, જસદણ રોડ, વિંછીયા ખાતે યોજાનાર છે, જેની તૈયારી હાલ પૂરજોશમાં ચાલી રહી છે. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના પૂર્વ તૈયારીના ભાગરૂપે આજે વીંછિયા ખાતે પ્રાંત અધિકારી રાજેશ આલના અધ્યક્ષસ્થાને કાર્યક્રમની ઉજવણીનું રીહર્સલ કરવામાં આવ્યુ હતું.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *